Weather Forecast: ગુજરાત સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, આ વિસ્તારોમાં તો તમામ શાળાઓ બંધ રાખવાના આદેશ

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ 20 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતમાં વરસાદના કહેર બાદ હવે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ભારે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્યોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પાદ પૂર આવી ગયા છે.

Weather Forecast: ગુજરાત સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, આ વિસ્તારોમાં તો તમામ શાળાઓ બંધ રાખવાના આદેશ

ગુજરાતમાં વરસાદના કહેર બાદ હવે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ભારે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્યોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પાદ પૂર આવી ગયા છે. અનેક જિલ્લાઓ ભયંકર પૂરની ઝપેટમાં આવી ગયા છે. બંને રાજ્યોમાં રોડ માર્ગ અને રેલ માર્ગ બંને ખરાબ રીતે પ્રભાવિત થયા છે. વારંગલ અને વિજયવાડા માર્ગ પર પહેલેથી જ 100થી વધુ ટ્રેનો રદ કરાઈ છે. આ સાથે જ બંને રાજ્યોને જોડનારા અનેક માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. ભારે વરસાદની ચેતવણીને જોતા તેલંગણા અને હૈદરાબાદમાં તમામ શાળાઓ  બંધ કરવાના આદેશ અપાયા છે. આ સાથે જ ઓડિશામાં પણ ભારે વરસાદની સ્થિતિ છે. 

વિજયવાડા પાણીમાં ડૂબ્યું
આંધ્ર પ્રદેશઅને તંલગણાના અલગ અલગ શહેરોમાં પૂરનો કોહરામ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદમાં પણ ડેમનું પાણી ઓવરફ્લો થઈને રસ્તાઓ પર આવી ગયું છે. જ્યારે વારંગલમાં તો પૂરથી ખરાબ સ્થિતિ સર્જાઈ છે. આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ બાદ સ્થિતિ બગડી ગઈ છે. ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે સમગ્ર વિજયવાડા શહેર પાણીમાં ડૂબાડૂબ જોવા મળી રહ્યું છે. વરસાદ એટલો જોરદાર પડ્યો છે કે ત્યાં રસ્તાઓ પર ઊભેલી અડધો ડઝન જેટલી બસો પણ પાણીમાં ડૂબી છે. ત્યારબાદ જે બસો જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી રહી ગઈ. 

20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ 20 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં તેલંગણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશા ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ચંડીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મણિપુર, અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, અને મેઘાલય સામેલ છે. 

દિલ્હીમાં હળવા વરસાદની આગાહી
દેશની રાજધાની દિલ્હીમાં પણ મોડી રાતે વરસાદ પડ્યો છે. આઈએમડીએ સમગ્ર દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની આગાહી કરી છે. આ અગાઉ રવિવારે ન્યૂનતમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા જતાવી છે. પરંતુ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નથી. આઈએમડીના જણાવ્યાં મુજબ દિલ્હીમાં આજે વધુમાં વધુ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. 

ઓડિશામાં વરસાદ
ઓડિશાના દક્ષિણ અને આંધ્ર પ્રદેશના ઉત્તરી ભાગમાં બનેલા દબાણના પ્રભાવથી રાજ્યના અનેક ભાગોમાં રવિવારે ભારે વરસાદ પડ્યો. અધિકારીઓએ જાણકારી આપતાકહ્યું કે કોરાપુટ, મલકાનગિરિ, નબરંગપુર, ગજપતિ અને રાયગઢ સહિત દક્ષિણ ઓડિશાના  અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એક બુલેટિનમાં જણાવ્યું કે આ દબાણ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું અને દક્ષિણ ઓડિશા તથા તેની નજીક ઉત્તર આંધ્ર પ્રદેશ પર કેન્દ્રીત રહ્યું. હવામાન વિભાગના પૂર્વનુમાન મુજબ ઓડિશામાં આ સપ્તાહે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આઈએમડીએ કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં ચાર સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્ય હવામાન ખાતાએ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા અને છોટા ઉદેપુર અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી, સુરત, તાપી, વલસાડ, ડાંગ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news