પુણેનો અજબ કિસ્સો : પત્ની 'રોટલી'ના કારણે લેવા માગે છે ડિવોર્સ
એન્જિનિયર પતિના વિચિત્ર સ્વભાવના અનેક ઉદાહરણ કોર્ટમાં આપ્યા છે
Trending Photos
પુણે : મહારાષ્ટ્રના પુણેમાં ડિવોર્સનો અનોખો કિસ્સો પ્રકાશમાં આ્વ્યો છે. અહીં એક પત્નીએ ડિવોર્સ માગવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે પોતાના એન્જિનિયર પતિના સનકી સ્વભાવથી પરેશાન છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ 20 સેન્ટીમીટર વ્યાસવાળી રોટલીનો દુરાગ્રહ રાખે છે. જો રોટલી એકાદ સેન્ટીમીટર નાની-મોટી થઈ જાય તો એકદમ નારાજ થઈ જાય છે અને મારામારી કરે છે.
રિપોર્ટ પ્રમાણે ઘરના કામ માટે પતિએ પત્નીને એક્સેલ સીટ બનાવી આપી હતી જેમાં ત્રણ કોલમ હતી અને આ કોલમમાં પુરું થયેલું કામ, ન થયેલું કામ તેમજ ચાલી રહેલા કામની વિગતો ભરવાની રહેતી. પત્ની રોજ આ શીટ ભરતી હતી અને તેનો પતિ રોજ આવીને શીટ ચેક કરતો હતો તેમજ કામનો હિસાબ લેતો હતો. આ સિવાય પત્નીએ લોટ દળાવવાના તેમજ કેટલી રસોઈ બનાવવા જેવા કામ પણ પતિના નિર્દેશ પ્રમાણે જ કરવા પડતા હતા.
પત્નીએ મૂકેલા આરોપ પ્રમાણે પતિની ગેરહાજરીમાં જો તેનું કંઈ કામ પડે અથવા તો કંઈ પુછવું હોય તો તો પત્નીએ ઇ-મેઇલ કરવો પડતો હતો. આ સિવાય ઘરમાં જો કોઈ કામ અટકી જાય તો પતિ લેખિતમાં જવાબ માગતો હતો અને પત્નીને માર મારતો હતો. પત્નીનો આરોપ છે કે તેનો પતિ તેમની 6 વર્ષની દીકરીને માર મારતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે