Assam-West Bengal માં પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ઉમેદવારોથી લઇ વોટિંગ ટાઈમિંગ સુધીની જાણકારી

પશ્ચિમ બંગાળ (West Bengal) અને આસામ (Assam) વિધાનસભા ચૂંટણીના (Assembly Election 2021) પ્રથમ તબક્કાનું (First Phase) વોટિંગ શનિવાર સવારે 7 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે

Assam-West Bengal માં પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ઉમેદવારોથી લઇ વોટિંગ ટાઈમિંગ સુધીની જાણકારી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) અને આસામ (Assam) વિધાનસભા ચૂંટણીના (Assembly Election 2021) પ્રથમ તબક્કાનું (First Phase) વોટિંગ શનિવાર સવારે 7 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. તે દરમિયાન બંને રાજ્યોની 77 વિધાનસભા સીટો પર 1.54 કરોડ મતદાતા વોટ આપશે અને તેમનો નેતા પસંદ કરશે.

WB માં આ નેતાઓના ભાગ્ય પર દાવ
પ્રથમ તબક્કામાં પુરૂલિયાની 9, બાંકુડાની 4, ઝાડગ્રામની 4, પશ્ચિમ મેદિનીપુરની 6 બેઠકો ઉપરાંત પૂર્વ મેદિનીપુરની અતિ મહત્વપૂર્ણ 7 સીટો પર મતદાન થશે. જો ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા શુવેંદુ અધિકારીનો (Suvendu Adhikari) ગઢ માનવામાં આવે છે. આ 30 સીટોમાંથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને BJP એ 29-29 બેઠકો પર, જ્યારે વામ-કોંગ્રેસ-આઈએસએફ ગઠબંધનએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.

જંગલમહલ બેઠક પર સૌની નજર
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની 30 વિધાનસભા બેઠકો પર ચૂંટણીઓ યોજાશે, તેમાંથી મોટાભાગની બેઠકો નક્સલ પ્રભાવિત જંગલમહલ વિસ્તારમાં આવે છે. આવી સ્થિતિમાં, તમામની નજર આ પ્રદેશમાં યોજાનાર મતદાન પર છે. નિષ્ણાંતોના મતે ભારતીય જનતા પાર્ટી (BJP) જંગલમહલ વિસ્તારમાંથી સારા મતદાનની અપેક્ષા રાખી રહી છે. કારણ કે 2019 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે આ પ્રદેશની મોટાભાગની બેઠકો જીતી હતી.

કેન્દ્રીય દળોની 684 કંપનીઓની તૈનાતી
અધિકારીઓએ કહ્યું કે, આ વિસ્તારમાં મતદાન માટે સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી પંચ અહીં કેન્દ્રીય દળોની લગભગ 684 કંપનીઓ તૈનાત કરી છે, જેમની પાસે 10,288 મતદાન મથકોની સુરક્ષા માટે જવાબદારી રહેશે. આ સિવાય રાજ્ય પોલીસ પણ મહત્વના સ્થળોએ તૈનાત રહેશે.

Assam માં થશે ત્રિકોણીય હરીફાઈ!
તે જ સમયે, આસામની 126 સદસ્યીય વિધાનસભાની 47 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ તબક્કાની બહુમતી બેઠકો પર શાસક ભાજપ-એજીપી ગઠબંધન, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષી મહાગથબંધન અને નવા બનેલા આસામ રાષ્ટ્રીય પરિષદ (એજેપી) વચ્ચે ત્રિકોણીય હરિફાઇ થવાની સંભાવના છે. શનિવારે યોજાનારી મતદાનમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, વિધાનસભા અધ્યક્ષ હિરેન્દ્રનાથ ગોસ્વામી અને અસમ પ્રદેશ કોંગ્રેસ એકમના પ્રમુખ રિપૂન બોરાનું ભાગ્ય દાવ પર રહેશે. આ ઉપરાંત શાસક ભાજપ અને અસમ ગણ પરિષદના ઘણા મંત્રીઓનું ભાગ્ય પણ પ્રથમ તબક્કાના મતદાન સાથે ઇવીએમમાં ​​કેદ થશે.

2 મેના આવશે રિઝલ્ટ
આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં, 27 માર્ચે, બીજા તબક્કામાં 1 એપ્રિલે અને ત્રીજા તબક્કામાં 6 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કો - 27 માર્ચ, બીજો તબક્કો - 1 એપ્રિલ, ત્રીજો તબક્કો - 6 એપ્રિલ, ચોથો તબક્કો - 10 એપ્રિલ, પાંચમો તબક્કો - 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કા - 22 એપ્રિલ, સાતમો તબક્કો - 26 એપ્રિલ અને આઠમો તબક્કો 29 એપ્રિલ. પરિણામ 2 મેના રોજ આવશે.
(ઇનપુટ- ભાષાથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news