India અને Pakistan માં LoC પર બ્રિગેડ કમાન્ડર લેવલની બેઠક, આ મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર સીઝફાયરનું (Ceasefire) પાલન કરવા માટે ભારત-પાકિસ્તાન (India-Pakistan) એક પગલું આગળ વધ્યા છે. બંને દેશોની સેનાઓએ શુક્રવારના પુંછ-રાવલકોટ ચોકી પર બ્રિગેડિયર સ્તરની બેઠક કરી હતી
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર સીઝફાયરનું (Ceasefire) પાલન કરવા માટે ભારત-પાકિસ્તાન (India-Pakistan) એક પગલું આગળ વધ્યા છે. બંને દેશોની સેનાઓએ શુક્રવારના પુંછ-રાવલકોટ ચોકી પર બ્રિગેડિયર સ્તરની બેઠક કરી હતી.
બંને પક્ષોમાં શુક્રવારના થઈ બેઠક
સેનાએ ટ્વીટ કરી કહ્યું કે, બંને દેશોની ડીજીએમઓની વચ્ચે યુદ્ધ વિરામનું (Ceasefire) પાલન કરવા પર સહમતિ બનાવી હતી. આ વાતચીતમાં બંને પક્ષોએ વર્ષ 2003 ના સીઝફાયર કરારનું પાલન પર પરત ફરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ 26 માર્ચના બંને પક્ષોની વચ્ચે પ્રથમ વખત બેઠક યોજાઈ.
Post the DGsMO Understanding 2021, a Brigade Commander Level Flag Meeting was held between Indian and Pakistan Army at Poonch Rawalkot Crossing Point on 26 Mar 2021 to discuss implementation mechanism as per the understanding. pic.twitter.com/JfvUgJji0M
— ADG PI - INDIAN ARMY (@adgpi) March 26, 2021
આર્મી ચીફ નરવણેએ આપી ચેતવણી
આ પહેલા આર્મી ચીફ જનરલ એમ એમ નરવણેએ (Manoj Mukund Narwane) ગુરૂવારના કહ્યું હતું કે, નિયંત્રણ રેખા પર 5-6 વર્ષમાં પ્રથમ વખત શાંતિ રહી. એક ઘટનાને છોડી માર્ચમાં એક પણ ગોળી ચાલી નથી. તેમણે કહ્યું કે, મને આ જણાવતા ગર્વ અનુભવ થઈ રહ્યો છે કે, આખા માર્ચ મહિનામાં એક જ ઘટના સિવાય, લાઇન ઓફ કંટ્રોલ પર એક પણ ગોળી ચાલી નથી. લગભગ પાંચ-છ વર્ષમાં આ પ્રથમ તક છે, જ્યારે એલઓસી પર શાંતિ રહી. આ સાથે તેમણે ચેતવણી આપી કે પાકિસ્તાનની (Pakistan) ધરતી પર લોન્ચ-પેડ સહિત આતંકી ઢાંચા અકબંધ છે.
બદલાયેલા છે પાકિસ્તાનના સુર
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારત તરફ પાકિસ્તાનની સ્થાપનાની સત્તા બદલાતી હોય તેવું લાગે છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ જૂની બાબતોને ભૂલીને તેમના ઘણા નિવેદનોમાં આગળ વધવાની વાત કરી છે. પરંતુ ભૂતકાળના કડવો અનુભવો જોતા ભારત અત્યારે પાકિસ્તાનના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા સંકોચ અનુભવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે