આજે મોદી અને મમતાની ખરી કસોટી, Assam-West Bengal માં મતદાન શરૂ
Trending Photos
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCની પરીક્ષા થશે. 30 બેઠકો પર મતદાન થવાનું છે, તે બેઠકો પર વર્ષ 2016માં TMCએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
ઝી મીડિયા/બ્યૂરો :પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 5 જિલ્લાઓની 30 વિધાનસભા બેઠકો પર થનારા મતદાન પર સૌની નજર છે. પુરૂલિયા, બાંકુરા, ઝારગ્રામ, પૂર્વી મેદનીપૂર અને પશ્ચિમી મેદનીપુરમાં મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. 30 વિધાનસભા બેઠકો માટે 191 ઉમેદવારો મેદાને છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 7 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. બાંકુરાની 4, પૂર્વી મેદનીપુરની 7, પશ્ચિમી મેદનીપુરની 6, ઝારગ્રામની 4 અને પુરૂલિયાની 9 બેઠકો પર મતદાન છે. પશ્ચિમ બંગાળ (West Bengal Assembly election 2021) ના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCની પરીક્ષા થશે. 30 બેઠકો પર મતદાન થવાનું છે, તે બેઠકો પર વર્ષ 2016માં TMCએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
તો બીજી તરફ, આસામ વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 47 બેઠક પર મતદાન કરવા માટે મતદારો આવી રહ્યા છે. જેમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદારો 264 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ કરશે. પ્રથમ તબક્કાના મતદાનમાં 78 અપક્ષ ઉમેદવાર છે, 23 મહિલાઓ પણ પ્રથમ તબક્કાના મતદાનમાં ચૂંટણી મેદાનમાં છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, વિધાનસભાના અધ્યક્ષ હિતેન્દ્રનાથ ગોસ્વામી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રિપુન વોરા સહિતના મંત્રીઓ ચૂંટણી મેદાને છે. પ્રથમ તબક્કાના મતદાનમાં મતદાન માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. 47 બેઠકો માટે 39 બેઠક પર ભાજપ અને 10 તેમની સહયોગી પાર્ટી AGP ચૂંટણી મેદાનમાં છે. આસામ વિધાનસભામાં 126 બેઠકો છે જેનું ત્રણ તબક્કામાં મતદાન થશે.બીજા તબક્કાનું 1 એપ્રિલે તો અંતિમ તબક્કાનું મતદાન 6 એપ્રિલે થશે. 2મેએ આસામ વિધાનસભાનું પરિણામ જાહેર થશે.
West Bengal: First phase of polling begins in Jhargram #WestBengalElections2021 pic.twitter.com/fHP1oKNQ2x
— ANI (@ANI) March 27, 2021
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે