પશ્ચિમ બંગાળઃ પંચાયત ચૂંટણીમાં હિંસાને લઈને હાઈકોર્ટે મુખ્ય સચિવ, ચૂંટણી કમિશનરને જારી કર્યું સમન

પશ્વિમ બંગાળમાં પંચાયતી ચૂંટણીમાં યોજાઇ રહેલા મતદાન દરમિયાન સોમવારે રાજ્યના અલગ-અલગ ભાગમાંથી મોટી સંખ્યામાં હિંસાના સમાચાર આવ્યા. આ હિંસામાં અત્યાર સુધી 6 લોકોના મોતના સમાચાર આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે આ હિંસા પર પ્રતિક્રિયા આપતાં તેને મામૂલી ઘટના ગણાવી તો ભાજપે પશ્વિમ બંગાલમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે.  

 પશ્ચિમ બંગાળઃ પંચાયત ચૂંટણીમાં હિંસાને લઈને હાઈકોર્ટે મુખ્ય સચિવ, ચૂંટણી કમિશનરને જારી કર્યું સમન

કલકત્તા: પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાના મામલામાં કોલકત્તા હાઈકોર્ટે મુખ્ય ન્યાયાધીશે કોર્ટરૂમમાં હિંસાના લાઇલ ફૂટેજ જોયા બાદ ઈલેક્શન કમિશનર અને ગૃહ સચિવને સમને મોકલ્યું છે. સોમવારે રાજ્યમાં સંપન્ન થયેલા પંચાયત ચૂંટણીમાં મતદાન દરમિયાન હિંસામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. આ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રાજ્ય પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. 

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કોર્ટ રૂમમાં જોઈ લાઈવ તસ્વીરો
બાર કાઉન્સિલના સભ્ય સુપ્રદીપ રાયે કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જ્યોતિર્મય ભટ્ટાચાર્યને રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાની જાણકારી આપી હતી. આ સાથે તેમણે મુખ્ય ન્યાયાધીશને આ હિંસાની લાઇવ તસ્વીર જોવા માટે પણ વિનંતી કરી. તેના પર જજ સાહેબ સહમત થયા અને તેમણે કોર્ટ રૂમમાં મોબાઇલ પર હિંસાની તસ્વીરો જોઈ. ત્યારબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે પશ્ચિમ બંગાળના ગૃહ સચિવ અને ચૂંટણી કમિશનરને સમન જારી કરીને આ મામલે રિપોર્ટ ફાઇલ કરવાનું કહ્યું. આ સાથે જજે કહ્યું કે જો કોઈ અન્ય વકીલ આ મામલામાં નવો કેસ દાખલ કરવા માંગે તો કરી શકે છે. 

ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્ય સરકારને હિંસાને જન્મ આપનારી પરિસ્થિતિઓ તથા શાંતિ ભંગ કરવા તથા હિંસામાં સામેલ લોકોને સજા કરવા માટે ભરેલા પગલા પર વિસ્તૃત રિપોર્ટ આપવાનું કહ્યું છે. 

 

 

પશ્વિમ બંગાળમાં પંચાયતી ચૂંટણીમાં યોજાઇ રહેલા મતદાન દરમિયાન સોમવારે રાજ્યના અલગ-અલગ ભાગમાંથી મોટી સંખ્યામાં હિંસાના સમાચાર આવ્યા. આ હિંસામાં અત્યાર સુધી 6 લોકોના મોતના સમાચાર આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે આ હિંસા પર પ્રતિક્રિયા આપતાં તેને મામૂલી ઘટના ગણાવી તો ભાજપે પશ્વિમ બંગાલમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે.  

શાંતિપુરમાં થયેલી હિંસામાં 1 વ્યક્તિના મોતના સમાચાર છે. તો બીજી તરફ 24 પરગના કુલતોલીમાં એક ટીએમસી કાર્યકર્તાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. નોર્થ 24 પરગણાના અમડંગામાં સીપીએમ કાર્યકર્તાની હત્યા કરી દીધી છે. પંચાયતની ચૂંટણી પહેલાં રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની બધી પોલ ખુલી ગઇ છે. રાજ્યમાં હિંસાના સમાચારો આવી રહ્યા છે. પોલીસ અસહાય જોવા મળી રહી છે. ભાજપે પશ્વિમ બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરી છે. 

પશ્વિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં સોમવારે સવારે નવ વાગ્યા સુધી 11 ટકા મતદાન થયું. પરંતુ રાજ્યના ઘણા ભાગમાં હિંસાની ઘટનાઓમાં ઘણા લોકો ઘાયલ થયા છે. દક્ષિણ 24 પરગણા જિલ્લની કુલતાલી ક્ષેત્રમાં એક ટીએમાસી કાર્યકરતા આરિફ ગાજીની ગોળી મારી હત્યા કરવામાં આવી. બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે દિનાજપુર જિલ્લાના તપન વિસ્તારમાં એક મતદાન કેંદ્રની બહાર બોમ્બ ફેંકવામાં આવ્યો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. પોલીસે અત્યાર સુધી વ્યક્તિના મોતની પુષ્ટિ કરી નથી. અધિકારીએ જણાવ્યું કે 'અમને એક રિપોર્ટ મળ્યો છે કે ચાર લોકો ઘાયલ થયા છે. તેમાંથી એકનું મોત નિપજ્યું છે. 

— ANI (@ANI) May 14, 2018

આ ચૂંટણી હિંસાની ચપેટમાં ચૂંટણી કવર કરી રહેલા સ્થાનિક પત્રકારો પણ આવી ગયા. લગભગ પાંચ પત્રકાર હિંસામાં ઘાયલ થયા. પત્રકારોના અનુસાર ટીએમસી કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કર્યો અને તેમની સાથે મારઝૂડ કરી. અધિકારીએ જણાવ્યું કે સવારે નવ વાગ્યા સુધી 11:93 ટકા મતદાન નોંધાયું. તેમણે જણાવ્યું કે મતદાન શરૂ થયાના ત્રણ કલાકથી ઓછા સમયમાં રાજ્ય ચૂંટણી પંચને કેટલાક જિલ્લામાંથી હિંસાની ફરિયાદો મળી. ચૂંટણી પંચે પોલીસને કાર્યવાહી કરવા માટે કહ્યું છે. તેમણે જણાવ્યું કે ઉત્તર 24 પરગણા, બર્દ્વવાન, કૂચબિહાર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી હિંસાના સમાચારો પ્રાપ્ત થયા છે. 

— ANI (@ANI) May 14, 2018

બાબુલ સુપ્રિયોએ કહ્યું અમને પહેલાંથી જ ખબર હતી
પશ્વિમ બંગાળમાં આસનસોલથી સાંસદ અને કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ ચૂંટણી હિંસા પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે સવારેથી જે થઇ રહ્યું છે, તેને જોતાં અમને જરાપણ નવાઇ લાગી નથી. બંગાળ સરકાર એકદમ બેશરમ છે. તમે તેમની પાસે કોઇપણ પ્રકારના નિયમોના પાલનની આશા ન રાખી શકો. હું માંગ કરું છું કે રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવે. 

— ANI (@ANI) May 14, 2018

તૃણમૂલે કહ્યું, રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન
બીજી તરફ મોટાપાયે થયેલી ચૂંટણી હિંસાને તૃણમૂલના નેતા પાર્થ ચેટર્જીએ નાની મોટી ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે વહિવટીતંત્ર સતર્ક છે. કોઇ મોટી ઘટના સર્જાઇ નથી. વોટીંગ શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે. હા જ્યાં પણ પત્રકારો પર હુમલો થયો, તેની હું નિંદા કરું છું. 

કૂચબિહાર જિલ્લામાં ઉત્તર બંગાળ વિકાસ મંત્રી રબીંદ્વનાથ ઘોષે એક મતદાન કેંદ્રની બહાર એક વ્યક્તિને કથિત રીતે તમાચો લગાવી દીધો હતો. ચૂંટણી પંચે કહ્યું કે તેને ફરિયાદ મળી છે અને અધિકારીને કાર્યવાહી માટે કહેવામાં આવ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર બંગાળમાં કૂચબિહાર જિલ્લાના દિનહાટા વિસ્તારમાં એક મતદાન કેંદ્રની બહાર બે સમૂહો વચ્ચે મારામારીમાં મતદારો સહિત લગભગ 15 લોકોને ઇજા પહોંચી. મતદારોએ પોલીસમાં ફરી નોંધાવી છે. ઉત્તર 24 પરગનામાં ભાજપે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ પર જિલ્લાના કેટલાક ભાગો ખાસકરીને અમદંગા વિસ્તારમાં ભયનો માહોલ પેદા કરવાનો આરોપ લગાવ્યો. 

— ANI (@ANI) May 14, 2018

દક્ષિણ 24 પરગનાના બસંતી બ્લોકથી મળી રહેલા ટીવી ફૂટેજમાં મતદાન કેંદ્રોની બહાર નકાબપોશ બંદૂકધારીઓ ફરતા જોવા મળ્યા. અધિકારીએ જણાવ્યું કે આ જિલ્લાના ભાનગરમાં પોલીસ ઝડપ બાદ ભીડને દૂર કરવા માટે લાઠીચાર્જ અને અશ્રુગેસ છોડ્યા. ચૂંટણીપંચે ઘટના સંબંધમાં પોલીસને એક રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news