મોદીજી ધમકાવે છે કોંગ્રેસને! આવી ફરિયાદ કરી છે મનમોહન સિંહે
પૂર્વ પ્રધાનમંત્રીએ આ વાતની લેખિત ફરિયાદ રાષ્ટ્રપતિને કરી છે
Trending Photos
નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરિયાદ કરી છે. તેમણે કર્ણાટક ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા પર સવાલ કરીને આરોપ મૂક્યો છે કે તેઓ કોંગ્રેસને ધમકાવાનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાષ્ટ્રપતિને લખેલા આ પત્રમાં વડાપ્રધાને હુબલીમાં આપેલા ભાષણ સામે નારાજગી વ્યક્તિ કરી છે. કાગળમાં કહેવામાં આ્વ્યું છે કે વડાપ્રધાને ક્યારેય કોઈ વિરૂદ્ધ આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.
વડાપ્રધાનની ભાષા સામે વિરોધ કરીને મનમોહન સિંહે લખ્યું છે કે રાષ્ટ્રપતિ પીએમને યોગ્ય ભાષા વાપરવાનો નિર્દેશ આપે અને વડાપ્રધાન આ પ્રકારની ભાષાનો વપરાશ કરે એ કોઈ રીતે સ્વીકાર્ય નથી. તેઓ પોતાની તાકાત અને ગરિમાનો ઉપયોગ અંગત તેમજ રાજકીય દબદબો વધારવા માટે કરે છે.
મનમોહન સિંહે પોતાના પત્રમાં લખ્યું છે કે લોકશાહી વ્યવસ્થામાં વડાપ્રધાનના પદ પર બેસેલી વ્યક્તિ આ પ્રકારની ભાષા બોલે એ વિચારી શકાય એમ નથી. આ 1.3 અરબ લોકોનું પ્રતિનિધિત્વ કરતા દેશના વડાપ્રધાનની ભાષા નથી. વડાપ્રધાન જે ભાષામાં કોંગ્રેસના નેતાઓને ધમકાવી રહ્યા છે એની અમે બધા નિંદા કરીએ છીએ.
આ પત્રમાં મનમોહન સિંહ સહિત તમામ મોટા કોંગ્રેસી નેતાઓના હસ્તાક્ષર છે. આ પત્રમાં મનમોહન સિંહે 6 મેની એ સભાનો ઉલ્લેખ કર્યો છે જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે જો તમે લક્ષ્મણરેખાને પાર કરશો તો તમારે પરિણામ ભોગવવું પડશે. નોંધનીય છે કે કોંગ્રેસ નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલો આ પત્ર કર્ણાટક ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલાં પ્રકાશમાં આ્વ્યો છે. મંગળવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે