IPL 2018: પ્લેઓફની લડાઈમાં પંજાબની મુશ્કેલી વધારવા ઉતરશે વિરાટની બેંગલોર

બેંગલોરૂને દિલ્હી વિરુદ્ધ મળેલી જીત બાદ ટીમ ફોર્મમાં છે, જ્યારે પંજાબ છેલ્લા બે મેચમાં મળેલા પરાજયમાંથી બહાર આવવા મેદાને ઉતરશે. બંન્ને ટીમ વચ્ચે રોમાંચક મેચ થવાની સંભાવના છે. 

 

IPL 2018: પ્લેઓફની લડાઈમાં પંજાબની મુશ્કેલી વધારવા ઉતરશે વિરાટની બેંગલોર

ઈન્દોરઃ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેજર્સ વચ્ચે આઈપીએલ સીઝન 11ના 48માં મેચમાં આજે રાત્રે 8 કલાકથી ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. પંજાબની ટીમ બેંગલુરૂ વિરુદ્ધ જીત મેળવીને પ્લેઓફની ટિકિટ મેળવવા પ્રયત્ન કરશે. પંજાબ પોઇન્ટ ટેબલમાં 11 મેચમાં 12 અંક સાથે ત્રીજા નંબર છે. હજુપણ પ્લેઓફની આશા રાખનારી આરસીબી 8 અંક સાથે સાતમાં સ્થાને છે. 

આર.અશ્વિનની આગેવાની હેઠળ પંજાબ અંતિમ બે મેચમાં મળેલી હારને લઈને મુશ્કેલમાં છે. હવે તેને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે જીત જરૂરી છે. બીજીતરફ બેંગલોર પંજાબને હરાવીને તેની બાજી બગાળી શકે છે. 

પંજાબની બેટિંગ રાહુલ અને ક્રિસ ગેલ પર નિર્ભર છે, બંન્નેએ ક્રમશઃ 537 અને 332 રન બનાવ્યા છે. મિડલ ઓર્ડરની બેટિંગ ટીમ માટે ચિંતાનો વિષય છે. 

બોલિંગમાં એડ્રયૂ ટાય અને મુજીબ ઉર રહમાન અત્યાર સુધી ક્રમશઃ 20 અને 14 વિકેટ ઝડપી ચૂક્યા છે. આરસીબીની મજબૂત બેટિંગ અને પંજાબની બોલિંગ વચ્ચે ટક્કર જોવા મળશે. 

આરસીબી માટે  કેપ્ટન કોહલી અને એબી ડિવિલિયર્સ ફોર્મમાં છે, બંન્નેએ અત્યાર સુધી ક્રમશઃ 466 અને 358 રન બનાવ્યા છે. મંદીપ સિંહ 245 રન બનાવી ચૂક્યો છે. બોલિંગમાં ઉમેશ યાદવ (14 વિકેટ), સિરાજ (8), સાઉથી (5) અને ચહલ (10) વિકેટ ઝડપી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news