જ્યારે દેશ સુરક્ષિત હશે ત્યારે આર્થિક પ્રગતી થશેઃ સેના પ્રમુખ

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ગુરૂવારે કર્યું કે ભારતનો આર્થિક વિકાસ અને સૈન્યદળોનું આધુનિકીકરણ સાથે-સાથે ચાલવુ જોઈએ. 

 

 જ્યારે દેશ સુરક્ષિત હશે ત્યારે આર્થિક પ્રગતી થશેઃ સેના પ્રમુખ

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ગુરૂવારે કર્યું કે ભારતનો આર્થિક વિકાસ અને સૈન્યદળોનું આધુનિકીકરણ સાથે-સાથે ચાલવુ જોઈએ. સૈન્ય માટે કરેલી બજેટ ફાળવણીનો બચાવ કરતા તેમણે કહ્યું, દેશ સુરક્ષિત હશે ત્યારે આર્થિક પ્રગતી થશે. તેમણે કહ્યું કે ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ, દેશની સરહદો  પરની સ્થિતિ અને આંતરીક સુરક્ષા પરિદ્રશ્ય વચ્ચે એક સંબંધ છે. 

તેમણે અહીં એક સેમિનારમાં કહ્યું કે, રોકાણને આમંત્રિત કરવા માટે આપણે '' રોકાણકારો વચ્ચે વિશ્વાસ વ્યક્ત કરવો અને તેને વિકસિત કરવો જોશે કે, રાષ્ટ્રની સરહદો સુરક્ષિત છે અને આંતરીક સુરક્ષાની હાલત નિયંત્રણમાં છે.  તે માટે સુરક્ષાદળોને બજેટની જરૂરીયાત છે. 

સૈન્યદલો માટે બજેટ ફાલવણીને લઈને સવાલ ઉઠાવનારા લોરો વિશે પણ તેમણે કહ્યું કે, આર્થિક વિકાસ તથા તેનાનું આધુનિકીપરણ સાથે સાથે થવું જોઈએ. રક્ષા બજેટ વિશે જનરલ રાવતે સેનાની એક આંતરિક શોધનો હવાલો આપ્યો જેમાં કહેવામાં આવ્યું કે, વાર્ષિક બજેટના 35-37 ટકા જે સેનાને આપવામાં આવે છે તે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 

તેમણે કહ્યું, દેશના દૂરના વિસ્તારમાં જો તમે માર્ગ અને આધારભૂત પાયાને વિકસિત કરી રહ્યાં છો તો તેનાથી સ્થાનિક વસ્તીને લાભ મળશે. દૂરના દુર્ગમ વિસ્તારોમાં જ્યા અત્યાર સુધી સરકાર પણ પહોંચી શકી નથી ત્યાં સૈન્ય દળ લોકોને શિક્ષા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સુવિધા આપી રહ્યું છે. ખર્ચ વિશે સેના પ્રમુખે વિભિન્ન સંયુક્ત રાષ્ટ્ર મિશનો પર ભારતીય જવાનેને મોકલવાના ખર્ચનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જવાનો પર સેના ખર્ચ કરે છે પરંતુ યુનાઇટેડ તરફથી આવનારી રકમ સેના પાસે નહીં પરંતુ રાહત ફંડમાં જાય છે. અધિકારીઓએ જણાવ્યું કે સૈન્યદળોના આધુનિકીકરણના પ્રયાસ હેઠળ વિતેલા ત્રણ વર્ષમાં સરકારે 4 લાખ કરોડ રૂપિયાની સૈન્ય ખરીદીવાળા 136 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news