દલિત યુવાનને જીતવો સળગાવવાનો મામલોઃ પાંચ દિવસની સારવાર બાદ યુવકનું મોત

પૈસાની ઉઘરાણી મામલે પાંચ દિવસ પહેલા એક દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટના સામે આવી હતી. આ યુવકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પાંચ દિવસની સારવાર બાદ આજે (1 માર્ચે) આ યુવકનું મોત થયું છે.

 દલિત યુવાનને જીતવો સળગાવવાનો મામલોઃ પાંચ દિવસની સારવાર બાદ યુવકનું મોત

વેરાવળઃ પૈસાની ઉઘરાણી મામલે પાંચ દિવસ પહેલા એક દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટના સામે આવી હતી. આ યુવકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પાંચ દિવસની સારવાર બાદ આજે (1 માર્ચે) આ યુવકનું મોત થયું છે. અલિયાબાળા ગામના આ યુવકનું નામ ભરત ગોહેલ છે. 
પ્રાપ્ત વિગત અનુસાર પાંચ દિવસ પહેલા (24 ફેબ્રુઆરી)ના રોજ એક દલિત યુવાન પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.  આ અજાણ્યા શખ્સોએ આ યુવક પર પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવાવનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે તેનું નિધન થયું હતું. મૃત્યુ પામનાર યુવકના પરિવારજનોએ કહ્યું કે, જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. 

શું છે સમગ્ર ઘટના
ભરતભાઈ ગોહેલ નામના દલિત યુવકના અંતિમ નિવેદન મુજબ તેણે OLX  પરથી  કાર ખરીદી હતી, જેના થોડા રૂપિયા આપવાના બાકી હતા જેને લઈ કારના પ્રથમ માલિક દ્વારા ઉઘરાણીનો હવાલો કોઈ દેવાયટ જોટવા નામના શખ્સને આપ્યો હતો. જેણે પૈસા માટે એક મહિના પહેલા ઉઘરાણી કરી સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. તેણે ધમકી મુદ્દે પોલીસમાં અરજી પણ કરી હતી.
મૃત્યુ પામનાર યુવકે જણાવ્યા મુજબ, યુવાન કોઈ જમીનના કેસ મામલે વેરાવળ ગયો હતો,  ત્યાંથી તે રાત્રે પોતાના ગામ આંબલીયાળા પરત ફરી રહ્યો હતો તે સમયે વેરાવળમાં સોમનાથ રોડ પર આવેલ આહિર સમાજની વાડી પાસે ચાર લોકોએ તેની કારને રોકી કાર સલગાવવાનો પ્રયાસ કર્યો હતો.  તે બચવા માટે કાર છોડી ભાગ્યો પરંતુ તેના પર પણ ચાર લોકોએ પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોબાળો થતાં લોકો ભેગા થઈ જતા હુમલાખોરો નાસી છુટ્યા હતા. ત્યારબાદ યુવકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું આજે નિધન થયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news