Holika dahan 2018: જાણો શું છે હોલિકા દહનનો સમય અને મહત્વ

હોલીકાનુ યોગ્ય સમયે યોગ્ય પૂજન કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન દુખોનો નાશ થઇને સુખ સમૃદ્ધીનો ઘરમાં વાસ થાય છે

Holika dahan 2018: જાણો શું છે હોલિકા દહનનો સમય અને મહત્વ

ધર્મ ડેસ્ક : હોલિકા દહનની લપેટો ખુબ જ શુભકારી હોય છે. હોલિકા દહનની અગ્નિમાં દરેક ચિંતા ખાક થઇ જાય છે, દુખોનો નાશ થઇ જાય છે અને ઇચ્છાઓનાં પુર્ણ થવાનું વરદાન મળે છે. અશુભ પર શુભનો વિજય છે અને આ પર્વમાં જેટલું મહત્વ રંગોનું છે, તેટલુ જ હોલિકા દહનનું પણ છે. એવી માન્યતા છે કે વિધિ વિધાનથી હોલિકા પુજા અને દહન કરવાથી મુશ્કેલીઓને પુરી થતા સમય નથી લાગતો હોતો. જ્યોતિષિઓનું કહેવું છે કે હોળી પર જો તમે વિધિ વિધાનથી પરિક્રમા કરી યોગ્ય પ્રસાદ ચડાવી દો તો ખાલી ઝોલી ભરાતા સમય નથી લાગતો. કારણ કે આ વખતે હોળી પર અદ્ભુત સંયોગ બની રહ્યો છે. હોલિકા દહન ફાલ્ગુન માસની પુર્ણિમાં તિથિથી કરવી જોઇએ. 1 માર્ચે સવારે 8.58 મિનિટથી પુર્ણિમાં તારીખ થઇ રહી છે, પરંતુ આ સાથે જ ભદ્રા પણ લાગેલું હશે. 

એવો નિયમ છે કે ભદ્રા કાળણાં હોળી દહન ન કરવું જોઇએ. સાંજે 7.37 મિનિટે ભદ્રા સમાપ્ત થઇ જશે. ત્યાર બાદથી હોલિકા દહન કરવામાં આવે તે શુભ રહેશે. હોલિકા દહનનાં માટે ત્રણ વસ્તુઓનું એક સાથે થવાનું ખુબ જ શુભ હોય છે. પુર્ણિમાં તિથી હોય, પ્રદોષ કાળ હોય અને ભદ્રા ના લાગેલ હોય. આ વર્ષે હોલિકા દહન પર આ ત્રણેય સંયોગો બની રહ્યા છે, માટે હોળી આનંદદાયક રહેશે. આ વખતે હોલિકા દહનનું શુભ મુહર્ત સાંજે 6.26 મિનિટથી માંડીને 8.55 વાગ્યા સુધી રહેશે. 
પુર્ણિમાં હોવાથી ચંદ્રનું બળ પણ સુર્યને મળશે. જેનાં કારણે આ શુભ ગ્રહ સ્થિતીઓની વચ્ચે જો તમે વ્યાપ અંગેનાં નિર્ણયો અથવા નાણા અથવા શિક્ષણ સંબંધી કિસ્સાઓમાં નિર્ણય લેશો તો તમને નિશ્ચિત રીતે જ સફળતા પ્રાપ્ત થશે. એટલું જ નહી જો તમે લાંબા સમયથી કોઇ બીમારીથી પરેશાન હો અથવા શત્રુઓની વધતી સંખ્યા તમારી ચિંતાનો વિષય હોય તો આ વખતે તમામ બાબતો આ વખતે બળીને ખાક થઇ જશે.

શું છે પરિક્રમાનું મહત્વ
- લિકા પુજા અને દહનમાં પરિક્રમા ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. કહે છે કે પરિક્રમા કરતા સમયે જો તમારી ઇચ્છાઓ કહેવામાં આવે તો તે સાચી ઠરે છે. 
- પરિક્રમા ઉપરાંત હોલિકા દહનમાં છાણાને પણ સળગાવવા ખુબ જ જરૂરી છે. કેટલા છાણાઓ સળગાવ્યા અને કેટલી સાઇઝનાં એ પણ તમારી ઇચ્છાઓ અનુસાર હોય છે. 
- પરિક્રમા અને છાણાથી તમારા સપનાઓ પુર્ણ થશે જ પરંતુ સાથે સાથે પ્રસાદ પણ મહત્વનો છે. પછી તે તમારી સુખ સમુદ્ધી હોય કે વિદેશ યાત્રા કરવાની હોય કે નોકરીનો સવાલ હોય કે સંતાન પ્રાપ્તિનો આશિર્વાદ  મેળવવા માટે હોલિકા પુજન ખુબ જ મહત્વનું છે અને તે તમારી તમામ ઇચ્છાઓ પુરી કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news