અસલી પહેલા નકલી નોટ સર્કુલેશનમાં : કાશ્મીરમાં 200ની નોટ જપ્ત

અસલી નોટોનાં સર્કુલેશનમાં ઠેકાણાં નથી ત્યાં નકલીનોટો ઘુસાડવાનાં કાવત્રાનો પર્દાફાશ

અસલી પહેલા નકલી નોટ સર્કુલેશનમાં : કાશ્મીરમાં 200ની નોટ જપ્ત

નવી દિલ્હી : 200 રૂપિયાની નોટો હાલ બજારમાં ખુબ જ ઓછી જોવા મળી રહી છે, તે સર્કુલેશનમાં પણ નથી પરંતુ જમ્મુમાં 200 રૂપિયાની નકલી નોટો જરૂર જપ્ત કરવામાં આવી છે. જમ્મુ પોલીસે શુક્રવારે 6.36 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. પોલીસે મુખ્ય આરોપીને પણ એરેસ્ટ કરી લીધા છે જો કે કથિત રીતે પોતાનાં ભાડાનાં મકાનમાં આ નકલી નોટોની છપામણી કરી રહ્યા હતા.

એએસપી રિયાસી તાહિર સજ્જાદ ભટ્ટે જણાવ્યું કે, પોલીસે જે નોટો જપ્ત કરી છે જેમાં 200 રૂપિયાની 270 નોટ,  500ની 1150 નોટો અને 50 રૂપિયાનાં દરની 19 નોટો મળી આવી છે. અત્રે ઉલ્લેખીય છે કે, આરબીઆઇએ 200 રૂપિયાની નોટ આ વર્ષે ઓગષ્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. ભટ્ટે જણાવ્યું કે, રિયાસી જિલ્લાનાં ચસાણા વિસ્તારમાં સુંગરીનાં મોહમ્મદ મકબુલ દ્વારા નકલી નોટનાં ઉપયોગ બાદ 1 ડિસેમ્બરે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ એખ સ્પેશ્યલ ઇનવેસ્ટિગેશન ટીમની રચનાં કરવામાં આવી હતી. અમે એક કેસમાં મુખ્ય આરોપી કુલગામ જિલ્લાનાં નૂરપુરા નિવાસી શૌકત અહેમદની ધરપકડ કરી લીધી હતી. પોલીસે એક કોમ્પ્યુટર, એક સ્કેનર, પેપર કટિંગ મશીન, પેપર કટર અને પોટોકોપી પેપર્સનું એક બંડલ પણ જપ્ત કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news