Uttarakhand Tunnel Update: ટનલ સેફ્ટી બાદ 'ઉસ્તાદ'એ સંભાળી રેસ્ક્યૂ ઓપરેશનની કમાન, કોણ છે પ્રોફેસર આર્નોલ્ડ?

Uttarkashi Tunnel Update: ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં છેલ્લા 9 દિવસથી 41 લોકો મોતના પડછાયા સામે ઝઝૂમી રહ્યા છે. હવે ટનલ સેફ્ટીના 'ઉસ્તાદ'એ તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાનની કમાન સંભાળી છે.

Uttarakhand Tunnel Update: ટનલ સેફ્ટી બાદ 'ઉસ્તાદ'એ સંભાળી રેસ્ક્યૂ ઓપરેશનની કમાન, કોણ છે પ્રોફેસર આર્નોલ્ડ?

Uttarakhand Tunnel Rescue Operation Update: સોમવારે ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો નવમો દિવસ છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. નોર્વેના વૈજ્ઞાનિક, ઓસ્ટ્રેલિયાના ઇન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ આર્નોલ્ડ ડિક્સ સહિત ઘણા નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. ટનલમાં ડ્રિલિંગ ચાલી રહ્યું છે. ટનલ ઉપર રોડ બનાવવામાં આવી રહ્યો છે. ડ્રિલિંગ કરીને લગભગ 1,200 મીટરનો હંગામી રોડ બનાવવાનો પ્લાન છે.

પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી વાત 
આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી વિશે માહિતી લીધી હતી. વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ જરૂરી બચાવ સાધનો અને સંસાધનો પૂરા પાડી રહી છે. એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંકલ નથી કામદારોને સલામત રીતે બહાર કાઢવામાં આવશે. ફસાયેલા કામદારોનું મનોબળ જાળવી રાખવાની જરૂર છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પરસ્પર સંકલન અને તત્પરતા સાથે રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. ટનલમાં ફસાયેલા કામદારો સુરક્ષિત છે. તેમને જરૂરી વસ્તુઓ આપવામાં આવી રહી છે. મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ટનલની અંદર ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત છે. તેમને જલ્દીથી બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પહોંચી ગયા ટનલના ઉસ્તાદ
ઇન્ટરનેશનલ ટનલિંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ પણ સોમવારે સવારે ઉત્તરકાશી ટનલ સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને ટનલની આસપાસની ભૌગોલિક સ્થિતિને સમજી હતી. આર્નોલ્ડ ડિક્સને આ પ્રકારના ઓપરેશનમાં નિષ્ણાત માનવામાં આવે છે. બચાવ માટે નોર્વેના નિષ્ણાતો અને હોલેન્ડથી ડ્રિલિંગ મશીન બોલાવવામાં આવ્યા છે.

ઇન્ટરનેશનલ ટનલિંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશન (International Tunnelling and Underground Space Association) ના પ્રમુખ પ્રોફેસર (President) આર્નોલ્ડ ડિક્સ (Arnold Dix) પણ સોમવારે સવારે ઉત્તરકાશી ટનલ સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ટનલની આસપાસની ભૌગોલિક સ્થિતિને સમજી હતી. આર્નોલ્ડ ડિક્સ (Arnold Dix) ને આ પ્રકારના ઓપરેશનમાં નિષ્ણાત માનવામાં આવે છે. બચાવ માટે નોર્વેના નિષ્ણાતો અને હોલેન્ડ (Holand) થી ડ્રિલિંગ મશીન (Drilling Machine) બોલાવવામાં આવ્યા છે.

'હજુ થોડા દિવસો લાગી શકે છે'
તેમણે કહ્યું કે સિલ્ક્યારા ટનલમાંથી કામદારોને બહાર કાઢવા ખરેખર પડકારજનક છે. અત્યાર સુધી 9 દિવસ વીતી ગયા છે પરંતુ સ્થિતિને જોતા હજુ થોડો સમય લાગી શકે છે. તેથી, એક સાથે 6 રેસ્ક્યુ એક્શન પ્લાન પર કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી એક પ્લાન નિષ્ફળ જાય તો બીજી યોજના પર કામ શરૂ કરવામાં સમય વેડફાય નહીં.

હિમાલયમાં આ એક મુશ્કેલ મિશન છે. આમાં હજુ થોડા દિવસો લાગી શકે છે. અમે પર્વતની ટોચ પરથી 100 ફીટ ઊભી રીતે ડ્રિલિંગ કરીને નીચે જવા માટે એક રસ્તો બનાવીશું. જો જરૂરી હોય તો, ખોદકામ હાથ દ્વારા પણ કરવામાં આવશે. આ સાથે અન્ય વૈકલ્પિક ઉપાયો પણ અજમાવવામાં આવશે.

આર્નોલ્ડ ડિક્સ કોણ છે?
આર્નોલ્ડ ડિક્સ ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે અને ટનલ સંબંધિત બાબતોમાં નિષ્ણાત માનવામાં આવે છે. તેઓ એન્જિનિયરિંગ અને કાયદા બંને બાબતોમાં નિપુણતા ધરાવે છે, તેથી જટિલ કેસોમાં સમગ્ર વિશ્વમાં તેમની મદદ લેવામાં આવે છે. ટનલ બાબતો પરના તેમના કાર્ય માટે તેમને ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

(એજન્સી આઇએએનએસ) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news