Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા, પૂજારી નહી પણ દર્પણને કેમ દેખાડવામાં આવે છે પ્રથમ ઝલક

Ramlala statue: અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ બિરાજમાન થશે દેશના પ્રખ્યાત શિલ્પકાર અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને આ પરમપવિત્ર ગર્ભગૃહમાં બિરાજમાન કરવા માટે પસંદ કરવામાં આવી છે. જોકે આ મૂર્તિને લોકો 17 જાન્યુઆરીના રોજ જોઇ શકશે. 

Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા, પૂજારી નહી પણ દર્પણને કેમ દેખાડવામાં આવે છે પ્રથમ ઝલક

Ramlala Pran Pratishtha: રામનગરી અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર નવનિર્મિત ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. અભિષેક માટે પસંદ કરાયેલી મૂર્તિ ચર્ચાનો વિષય બની રહે છે. જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થશે નહી, ત્યાં સુધી રામલલાની આંખો પર પાટા બાંધેલા રહેશે અને અનાવરણ પ્રસંગે તેમની આંખો દેખાશે નહીં. પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગયા બાદ જ તેમની આંખો પરથી પાટા ખોલવામાં આવશે. આ અવસર પર અમે તમને માહિતી આપી રહ્યા છીએ કે શા માટે મૂર્તિને અભિષેક કરતા પહેલા તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે. આ પાછળનું રહસ્ય શું છે? જાણવા માટે વાંચો સંપૂર્ણ લેખ...

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 17 જાન્યુઆરીના રોજ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. આ દિવસે રામભક્ત પ્રભુ રામની મૂર્તિ જોઇ શકશે. તેના માટે અયોધ્યામાં નગર યાત્રા પણ નિકાળવામાં આવશે. આ દિવસે મૂતિની તસવીર અને વીડિયો આમ જનતા માટે જાહેર કરવામાં આવશે. નગર યાત્રા પર જ્યારે પ્રભુ રામની મૂર્તિ નિકળશે, ત્યારે તેમની આંખો ભક્તોને જોવા મળશે. કારણ કે પ્રભુની મૂર્તિની આંખો કપડાંની પટ્ટીથી ઢાંકી દેવામાં આવી છે. 

શા માટે પ્રતિમાની આંખો પર કેમ બાંધેલા રહેશે પાટા?
જ્યોતિષીઓના મતે, જ્યારે કોઈ ભક્ત ભગવાનને જુએ છે, ત્યારે તે તેની આંખોમાં જ જુએ છે, કારણ કે આંખો ઊર્જાનું મુખ્ય કેન્દ્ર છે. ત્યાંથી લાગણીઓની આપ-લે થાય છે. બાંકે બિહારી માટે પણ એવું કહેવામાં આવે છે કે ગર્ભગૃહનો પડદો વારંવાર બંધ કરવામાં આવે છે જેથી ભક્તો તેની આંખોમાં વધુ સમય સુધી ન જુએ. કારણ કે એકવાર એક ભક્તે 30 સેકન્ડ માટે એટલા પ્રેમથી ભગવાનની આંખોમાં જોયું કે શ્રી કૃષ્ણ તેમનાથી વશીભૂત થઈને ભક્ત સાથે ચાલ્યા ગયા હતા.

એટલે કે ભગવાનની મૂર્તિમાં આંખો સૌથી મહત્વની વસ્તુ છે. તેથી પ્રાણ-પ્રતિષ્ઠા પછી જ આંખો ખુલે છે. ભગવાનની મૂર્તિની આંખોમાં જોવાથી ઊર્જા, સકારાત્મકતા અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. તેથી, નગરયાત્રા દરમિયાન મૂર્તિની આંખો ઢાંકી દેવા આવે છે. આ જ કારણ એ છે કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે.

શ્રી રામની મૂર્તિને અરીસામાં કેમ દેખાડવામાં આવશે?
હિન્દુ ધર્મમાં કોઈપણ દેવી દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે, કોઈપણ દેવતાની આંખો પર કપડું બાંધવાની સાથે સાથે અરીસો બતાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મૂર્તિની આંખોમાં ઉર્જા અથવા તેજ ઉત્પન્ન થાય છે. જે ખૂબ અસીમિત વેગમાં હોય છે. એવામાં જ્યારે આંખની પટ્ટી હટાવી દેવામાં આવે છે, ત્યારે તેમનું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, જેના કારણે તે તેમની પાસે પાછું જશે અને કોઈને નુકસાન નહીં થાય. ઘણી વખત આ સ્થિતિમાં અરીસો પણ તૂટી જાય છે. અરીસો તૂટવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જાણો કેમ છે રામલલાની મૂર્તિ ખાસ?
તમને જણાવી દઈએ કે રામલલાની મૂર્તિ ખાસ છે. જણાવવામાં આવી રહ્યું છે કે નેપાળની નારાયણી નદીમાંથી શાલિગ્રામ શિલા લાવીને કોતરીને આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ છે અને ભગવાન રામ ભગવાન વિષ્ણુના અવતાર છે. આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, નારાયણના મૂર્તિ સ્વરૂપને કોતરીને, તેમના પોતાના અવતાર ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ બનાવવામાં આવી છે, જે સૌથી પવિત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news