આનંદ મહિંદ્રાનો ખુલાસો, આઝાદી બાદ મોહમ્મદમાંથી કેમ મહિન્દ્રા કેમ થયા?

દેશનાં મુખ્ય ઓદ્યોગિક ગૃહોમાં મહિન્દ્રા જુથનાં કાર્યકારી અધ્યક્ષ આનંદ મહિંદ્રાએ એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે

આનંદ મહિંદ્રાનો ખુલાસો, આઝાદી બાદ મોહમ્મદમાંથી કેમ મહિન્દ્રા કેમ થયા?

નવી દિલ્હી : દેશનાં મહત્વનાં ઔદ્યોગિક ઘરના મહિન્દ્રા સમુહના કાર્યકારી અધ્યક્ષ આનંદ મહિંદ્રાએ એક મોટા રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આઝાદી બાદ જ્યારે ભારતની મહત્વની ઓટોમોબાઇલ્સ  કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં નામને બદલવાની જરૂર પડી, તો સંચાલકો દ્વારા કંપનીનું નામ મહિન્દ્રા એન્ડ મોહમ્મદથી બદલીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કરવાનું મુખ્ય કારણ તેમનું મિતવ્યયી હતું. 
Mahindra2
મહિન્દ્રાએ જણાવ્યું કે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સ્થાપના બે ઓક્ટોબરે ગાંધી જયંતીનાં દિવસે થઇ હતી, અને તેની પાછળ પણ એક ખાસ સંયોગ છે. 

નામ બદલવાનું કારણ
કંપનીનું નામ પહેલા મહિન્દ્રા એન્ટ મોહમ્મદ હતું. કંપનીનાં એક પાર્ટનર મલિક ગુલામ મોહમ્મદ હતું, જે આઝાદી બાદ 1947 પાકિસ્તાન જતા રહ્યા અને ત્યાં પહેલા નાણામંત્રી બન્યા. ત્યાર બાદ કંપનીનું નામ બદલવું જરૂરી હતું. 

આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે, કહાની એમ છે કે એમએડએમનાં નામથી વધારે પ્રમાણમાં સ્ટેશનરી છપાઇ ચુકી છે. જો કે બંન્ને ભાઇ (જેસી અને કેસી મહિંદ્રા)એ આ નાણા વ્યય કરવા નથી માંગતા હતા, એટલા માટે તેમણે પોતાની કંપનીનું નામ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કરી દીધું. આ ભારતની એક સારી વિચારસરણી હતી. 
Mahindra2
એમએન્ડએમ નામથી છપાઇ ચુકેલી સ્ટેશનરી બેકાર ન થાય, તેના માટે તેમણે કંપનીના નામમાં એવા પરિવર્તનો કર્યા કે તેનું ગુપ્ત નામ એમએન્ડએમ જ રહ્યું હતું. 

મહિન્દ્રાએ જણાવ્યું કે, 2 ઓક્ટોબર 1945નાં દિવસે મહિન્દ્રા સમુહની પહેલી કંપની મહિન્દ્રા એન્ડ મોહમ્મદની નોંધણીનું પ્રમાણપત્ર મળ્યું હતું. આ માત્ર એક સંયોગ હતો કે મહાત્મા ગાંધીનાં જન્મદિવસે જ આ પ્રમાણપત્ર મળ્યું. આ દિવસે જ કંપની પોતાનો સ્થાપના દિવસ મનાવે છે. તેમણે ટ્વીટર પર કંપનીનાં વાસ્તવિક નોંધણી પ્રમાણપત્રની તસ્વીર સેર કરી. તેના સાથે જ તેમણે કંપનીનાં પહેલા જાહેરાતને પણ શેર કરી, જેમાં કંપની પ્રોડક્ટ અને સેવા અંગે ઘણી ઓછી અને કંપનીના સિદ્ધાંતો અંગે વધારે જણાવ્યું હતું. તેમણે આ જાહેરાત અંગે કહ્યું કે, આ એક વિઝનરી ડોક્યુમેન્ટ છે, જે અમે આજે પણ નિર્ણય લેવા દરમિયાન અમારૂ માર્ગદર્શન કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news