શું મહારાષ્ટ્રમાં ફરીથી થશે શિવસેના-ભાજપનો મેળ? સંજય રાઉતે કરી દીધું સ્પષ્ટ
શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રણ પક્ષોની મહા વિકાસ અઘાડી (MVA) એ મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય છે. ભારતીય જનતા પાર્ટી અને તેમની પાર્ટી (શિવસેના) વચ્ચે પડદા પાછળની સમજૂતી હોવાની અટકળોમાં કોઇ સચ્ચાઇ નથી.
Trending Photos
મુંબઈ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રણ પક્ષોની મહા વિકાસ અઘાડી (MVA) એ મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય છે. ભારતીય જનતા પાર્ટી અને તેમની પાર્ટી (શિવસેના) વચ્ચે પડદા પાછળની સમજૂતી હોવાની અટકળોમાં કોઇ સચ્ચાઇ નથી.
ભાજપ સાથે ગઠબંધનમાં શિવસેનાનું થયું નુકસાન
રાઉતે, શિવસેનાના મુખપત્ર 'રોકટોક' માં તેમની સાપ્તાહિક કૉલમમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ 23 જાન્યુઆરીએ શિવસૈનિકોને સંબોધિત કરતી વખતે ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો, જે તેમની (ઠાકરેની) તબિયત ખરાબ હોવા માટે તેમની ટીકા કરી હતી. પાર્ટીના રાજ્યસભાના સભ્યએ કહ્યું કે ઠાકરેએ ભાજપના દંભ, હિંદુત્વ પરના બેવડા ધોરણો પર પ્રહારો કર્યા હતા અને ઉલ્લેખ કર્યો હતો કે ભાજપ સાથેના જોડાણમાં શિવસેનાને કેટલું નુકસાન થયું છે.
ઠાકરેએ થોડા મહિનાઓ કરાવી હતી સર્જરી
રાઉતે કહ્યું, "તેમના ભાષણનો હેતુ એ હતો કે શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની ભાગીદારી મહા વિકાસ અઘાડી એ મહારાષ્ટ્રનું ભવિષ્ય છે અને તે અટકળોમાં કોઈ સચ્ચાઇ નથી કે શિવસેના અને ભાજપ વચ્ચે પડદા પાછળ કોઇ સમજૂતી થઇ રહી છે." અને તેઓ ફરીથી સાથે આવી શકે છે.'
ભાજપને કારણે શિવસેના ફૂલીફાલી: ફડણવીસનો દાવો
નોંધનીય છે કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે શિવસેના જ્યારે ભાજપ સાથે ગઠબંધન કરતી હતી ત્યારે રાજકીય રીતે વિકાસ પામી હતી. રાઉતે કહ્યું કે શિવસેના-ભાજપ વચ્ચે સમાધાનની કોઈ શક્યતા નથી. શિવસેનાએ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી પદની વહેંચણીના મુદ્દે ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ "ઉદ્યોગપતિઓની દિવાલ" છે. વડાપ્રધાન પર નિશાન સાધતા રાઉતે કહ્યું, “મોદીએ ભારતીય રાજકારણને એક કાર્યક્રમમાં ફેરવી દીધું છે અને તેને ઉત્સવનું સ્વરૂપ આપ્યું છે. દુનિયામાં કોઈએ આવું કર્યું નથી.
(ઇનપુટ ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે