મહોબા : બળેલી રોટલી જમવા આપતા પત્નીને આપ્યો ત્રિપલ તલાક
ઉતરપ્રદેશમાં મહિલાને રોટલી મુદ્દે ત્રિપલ તલાક આપી દેવાતા પોલીસ ફરિયાદ દાખલ કરી દેવાઇ
Trending Photos
મહોબા : ઉત્તરપ્રદેશનાં મહોબા જિલ્લામાં સામાન્ય એવી વાત પર તલાક આપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્નીને માત્ર એટલા માટે છુટાછેડા આપી દીધા કારણ કે તેણે જમવામાં બળેલી રોટલી મુકી હતી. ત્રણ તલાક બાદ મહિલા પર પતિનુ ઘર છોડવા માટે દબાણ કરવામાં આવ્યું. કિસ્સો મહોબા જિલ્લાનાં પહરેથા ગામનો છે. ઘટના ત્યારે સામે આવી જ્યારે પત્નીએ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાનાં જ પતિ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી.
24 વર્ષીય રજિયાએ જણાવ્યું કે, તેના લગ્ન 4 જુલાઇ, 2017ના રોજ નિહાલ ખાં સાથે થયા હતા. લગ્ન બાદ તેનો પતિ તેને પરેશાન કરતો રહ્યો હતો. પત્નીએ આરોપ લગાવ્યો કે, ત્રણ દિવસ પહેલા પતિને રાત્રે તેણે ભોજન આપ્યું. જેમાં રોટલી થોડી બળી ગઇ હતી. જેથી તેના પતિએ બોલાચાલી ચાલુ કરી દીધી હતી. ઝગડો એટલી હદે વધ્યો કે તેના પતિએ ત્રણવાર તલાક કહીને તેને પોતાનાં ઘરે જતા રહેવા જણાવ્યું હતું. જ્યારે મહિલાએ પોતાના પિયર જવાનો ઇન્કાર કરી દીધો તો તેને સિગરેટ વડે ડામ અપાયા હતા.
એએસપી બંશરાજ યાદવે જણાવ્યું કે, મહિલાની ફરિયાદ પતિની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગત્ત વર્ષે 22 ઓગષ્ટે ત્રણ તલાક અંગે ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ વાતને ખોટી જણાવતા સંવિધાનનાં આર્ટિકલ 14નું હનન ગણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે