આજથી Xiaomi નો બંપર સેલ, ફોનથી માંડીને TV પર મળશે એકદમ સસ્તા !

જો તમે 10થી15 હજાર રૂપિયાની રેંજમાં કોઇ મોબાઇલ ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે સારી તક સાબિત થઇ શકે છે

Updated By: Dec 19, 2018, 10:17 AM IST
આજથી Xiaomi નો બંપર સેલ, ફોનથી માંડીને TV પર મળશે એકદમ સસ્તા !

નવી દિલ્હી : દેશની નંબર વન સ્માર્ટફોન કંપની શાઓમી ક્રિસમસ પહેલા બંપર સેલ લાવી રહી છે. આ સેલ 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ચાલશે અને તેમાં તમે સ્માર્ટફોન, ટીવી મોડલ્સ અને એસેસરીઝ ખરીદી શકો છો. આ સેલમાં ખરીદી કરવાથી તમને સારૂ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળશે કારણ કે કંપનીએ ગૂગલ, મોબિક્વિક અને પેટીએમ સાથે ભાગીદારી કરી છે. આ સેલમાં સૌથી વધારે તમને બજેટ સ્માર્ટપોન મળશે. એટલે કે તમે 10થી 15 હજાર રૂપિયાની રેંજમાં કોઇ મોબાઇલ ખરીદવા માંગો છો તો તમારા માટે સારો અવસર સાબિત થઇ શકે છે. 

આ સ્માર્ટફોન પર મળશે સ્પેશ્યલ ઓફર
નંબર 1 Mi ફેન સેલનાં નામે ચાલુ થઇ રહેલ આ સેલમાં Redmi Y2ને 9,999 રૂપિયાનાં બદલે 8999 રૂપિયામાં વેચવામાં આવશે અને પેટીએમથી ખરીદી કરનારાઓને 300 રૂપિયાનું કેશબેક મળશે. Redmi Note 6 Pro 14 હજાર રૂપિયામાં મળશે અને તેના પર 300 રૂપિયાનું કેશબેક પણ મળશે. ઉપરાંત અનેક એવા સ્માર્ટફોન છે જેના પર તમને જબર્દસ્ત ડીલ સાથે સારૂ એવુ ડિસ્કાઉન્ટ પણ મળશે. જે ફોન પર કેશબેક આપવામાં આવશે તેમાં Redmi Y2, Redmi Note 6 Pro, Mi A2, Poco F1, Redmi 6, Redmi 6A, Redmi 6 Pro અને  Redmi Note 5 Proનો પણ સમાવેશ થાય છે. 

TV ખરીદવામાં પણ મળશે છુટ
સ્માર્ટફોન્સ ઉપરાંત શાઓમીનાં Mi TV પર પણ સેલ અને ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવશે. Mi TV 4A Pro 49 મોડલ 30,999 રૂપિયામાં અને Mi TV 4C Pro 32 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. બીજી તરફ Mi TV 4A 43 મોડલને સેલ દરમિયાન ગ્રાહક 21,999 રૂપિયામાં ખરીદી શકશો.