Bye Bye 2020: કોરોના કોઈનો સગો થતો નથી, 2020માં અનેક મોટા નેતાઓ દુનિયાને કહી ગયા અલવિદા

આ કોરોના કોઈનો સગો થતો નથી. નેતા હોય કે અભિનેતા, રાજા હોય કે રંક જીવલેણ કોરોના વાયરસે સૌ કોઈને પોતાની ઝપેટમાં લીધાં. જેમાં આ મહામારીના વર્ષ દરમિયાન ભારતના અનેક નેતાઓએ આ દુનિયામાંથી વિદાય લીધી.

  • 2020માં અનેક દિગ્ગજ નેતાઓનો કોરોનાએ ભોગ લીધો
  • પ્રણવ મુખર્જી, મોતીલાલ વોરા, અહમદ પટેલ, તરુણ ગોગોઈ હતા રાજકારણના સિતારા
  • રામવિલાસ પાસવાન, રઘુવંશ પ્રસાદ અને અમર સિંહે દુનિયામાંથી લીધી વિદાય

Trending Photos

Bye Bye 2020: કોરોના કોઈનો સગો થતો નથી, 2020માં અનેક મોટા નેતાઓ દુનિયાને કહી ગયા અલવિદા

ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2020માં એકબાજુ આખી દુનિયા કોરોના સામે લડાઈ લડતી રહી અને બીજી બાજુ ભારતીય રાજનીતિના ધુરંધર નેતાઓ એક પછી એક દુનિયા છોડીને જતા રહ્યા. છેલ્લા એક વર્ષમાં આપણે દેશના અનેક જાણીતા નેતાઓને ગુમાવ્યા છે. કોઈ કોરોનાના કારણે તો કોઈ અન્ય બીમારીના લીધે અવસાન પામ્યાં. તેમાંથી એવા નેતા રહ્યા છે જે દેશમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે પોતાની અલગ ઓળખ ધરાવતા હતા. અને જેમણે દેશના મહત્વના પદો પર રહીને ખાસ જવાબદારીઓ પણ નિભાવી. 

કોરોના સંકટના કારણે વર્ષ 2020 દુનિયાભરના દેશો માટે મુશ્કેલીઓમાં પસાર થયું છે. એકબાજુ 2020ની શરૂઆતના ત્રણ મહિના પછી ભારતમાં કોરોના વાયરસનો રાફડો ફાટી નીકળ્યો. જેના કારણે દેશના લોકો તેની સામે લડાઈ લડતા રહ્યા. જોકે આ દરમિયાન ભારતના રાજકારણના અનેક જાણીતા નેતાઓ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. ત્યારે કયા નેતાઓએ 2020માં દુનિયાને અલવિદા કહી. આવો જાણીએ.

Former President Pranab Mukherjee's condition unchanged, remains on  ventilator support: Hospital | India News | Zee News

પ્રણવ મુખર્જી:
દેશના 13મા રાષ્ટ્રપતિ રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જીનું 84 વર્ષની ઉંમરમાં 31 ઓગસ્ટ 2020ના રોજ નિધન થયું. પ્રણવ મુખર્જી કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના પછી તેમની દિલ્લીમાં સેનાની આર એન્ડ આર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પશ્વિમ બંગાળના બીરભૂમ જિલ્લાના નાના ગામમાં જન્મેલા પ્રણવ દા દેશની રાજનીતિમાં એક અલગ સ્થાન ધરાવતા હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસમાંથી શરૂ કરી અને બહુ ઝડપથી પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના વિશ્વાસુ બની ગયા. કેન્દ્રીય નાણામંત્રીથી લઈને દેશના રક્ષા મંત્રાલય જેવા મહત્વપૂર્ણ પદો પર રહેતા પ્રણવ દા રાષ્ટ્રપતિના પદ પર પહોંચ્યા હતા.

મોતીલાલ વોરા:
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરમાં 21 ડિસેમ્બર 2020ના રોજ નિધન થયું. મોતીલાલ વોરાએ કોંગ્રેસ પક્ષના 18 વર્ષ સુધી કોષાધ્યક્ષ રહેવા ઉપરાંત અનેક મહત્વની જવાબદારી સંભાળી. મોતીલાલ વોરા અનેક વર્ષો સુધી પત્રકારત્વ કર્યા પછી 1968માં રાજકારણમાં આવ્યા. મધ્ય પ્રદેશમાં ધારાસભ્ય અને મંત્રી બનવાની સાથે બે વાર 1985 અને 1989માં મુખ્યમંત્રી બન્યા. એટલું જ નહીં તેમણે કેન્દ્રીય મંત્રીથી લઈને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના રાજ્યપાલ સુધીની સફર કરી. ગાંધી પરિવારના નજીકના અને વફાદાર નેતાઓમાંથી તેમને એક ગણવામાં આવતા હતા.

ED team recording Ahmed Patel statement in Sandesara Scam | कांग्रेस के  वरिष्ठ नेता अहमद पटेल के घर पहुंची ED, इस मामले में पूछताछ | Hindi News, देश

અહમદ પટેલ:
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા અને રાજ્યસભા સભ્ય અહમદ પટેલનું 25 નવેમ્બર 2020ના રોજ નિધન થયું. અહમદ પટેલ 71 વર્ષના હતા અને કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. તેમની સારવાર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી. કોંગ્રેસમાં અહમદ પટેલને સંકટમોચકના રૂપમાં ઓળખવામાં આવતા હતા. અહમદ પટેલ ત્રણ વખત લોકસભાના સભ્ય રહ્યા અને પાંચ વખત રાજ્યસભાના સાંસદબન્યા. પરંતુ ક્યારેય મંત્રી ન બન્યા. માત્ર 26 વર્ષની ઉંમરમાં તેમણે રાજનીતિમાં પગલું મૂક્યું હતું અને 1977માં પહેલીવાર સાંસદ બન્યા હતા. તેમને કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા હતા.

Tarun Gogoi - Latest News on Tarun Gogoi | Read Breaking News on Zee News

તરુણ ગોગોઈ:
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું 84 વર્ષની ઉંમરમાં 23 નવેમ્બર 2020ના રોજ નિધન થયું. તે કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તરુણ ગોગોઈએ ઈન્દિરા ગાંધીના સમયમાં 1971માં પહેલીવાર સંસદમાં પગ મૂક્યો હતો. જેના પછી તેમણે ક્યારેય પાછા વળીને જોયું ન હતું. લગભગ દોઢ દાયકા સુધી તરુણ ગોગોઈ અસમના સીએમ પદ પર રહ્યા અને પાર્ટી પર એકછત્ર રાજ કર્યુ. આવું ઓછું જોવા મળ્યું કે જ્યારે પૂર્વોત્તરના કોઈ નેતાની પહોંચ દિલ્લી સુધી હોય. પરંતુ તરુણ ગોગોઈ સૌથી અલગ હતા. જેટલું રાજકીય વર્ચસ્વ તે અસમમાં રાખતા હતા. તેટલી જ પહોંચ તેમની દિલ્લીમાં પણ હતી.

Union Minister and LJP leader Ram Vilas Paswan no more, says son Chirag  Paswan | India News | Zee News

રામવિલાસ પાસવાન:
જેપી આંદોલનથી નીકળ્યા અને લોક જનશક્તિ પાર્ટીની રચના કરનારા રામવિલાસ પાસવાનનું 74 વર્ષની ઉંમરમાં 8 ઓક્ટોબર 2020ના રોજ નિધન થયું. દેશના જનતા દળથી લઈને એનડીએ અને યૂપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા રામવિલાસ પાસવાન દેશમાં દલિત રાજનીતિની ઓળખ અને સામાજિક ન્યાયના નિષ્ણાત માનવામાં આવતા હતા. બિહારના ખગડિયા જિલ્લાના શાહરબન્ની ગામમાં 5 જુલાઈ 1946માં દલિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પાસવાનની રાજનીતિ 1969માં શરૂ થઈ હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સંયુક્ત સોશિલિસ્ટ પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા. ઈમરજન્સી છતાં 1977માં સામાન્ય ચૂંટણીમાં પાસવાન પહેલીવાર સાંસદ બન્યા અને હાજીપુર સંસદીય બેઠક પરથી રેકોર્ડ મતથી જીત હાંસલ કરી હતી. જનતા દળથી અલગ થઈને 2002માં તેમણે લોક જનશક્તિ પાર્ટીની રચના કરી હતી.

લાલજી ટંડન:
બીજેપીના સંસ્થાપક સભ્ય અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ રહેલા લાલજી ટંડનનું 85 વર્ષની ઉંમરમાં 21 જુલાઈ 2020ના રોજ નિધન થયું. સમર્થકો અને શુભચિંતકોની વચ્ચે બાબુજી નામથી લોકપ્રિય લાલજી ટંડનનું નામ ઉત્તર પ્રદેશના મોટા નેતાઓમાં ગણવામાં આવતું હતું. તેમણે પોતાનું રાજકીય કેરિયર જનસંઘથી શરૂ કર્યું હતું. અને અટલ બિહારી વાજપેયીના નજીકના નેતા માનવામાં આવતા હતા. ટંડને બીજેપી સરકારમાં મંત્રી બનવાથી લઈને અનેક રાજ્યોમાં રાજ્યપાલ બનવા સુધીની સફર ખેડી. અટલ બિહારી વાજપેયીએ સીટ છોડતાં 2014માં લખનઉથી સાંસદ પણ બન્યા.

અજીત જોગી:
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન પણ વર્ષ 2020માં થયું. પોતાને હંમેશા આદિવાસી પૃષ્ઠભૂમિનું બતાવનારા અજીત જોગીનું નિધન 29 મે 2020ના રોજ થયું. જોગી લાંબા સમયથી બીમાર હતા. તે પ્રશાસનિક સેવાથી નોકરી કરી રહ્યા હતા. પરંતુ રાજીવ ગાંધીના આગ્રહથી રાજનીતિમાં આવ્યા. છત્તીસગઢ રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ પણ લીધા. જોકે અજીત જોગી પોતાની જાતિ સંબંધી વિવાદને લઈને હંમેશા સમાચારમાં રહ્યા અને કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી. પરંતુ ખાસ કોઈ ચમત્કાર કરી શક્યા નહીં.

જશવંત સિંહ:
સેનામાંથી રાજકારણી બનેલા બીજેપીના સંસ્થાપક સભ્ય જશવંત સિંહનું 82 વર્ષની ઉંમરમાં 27 સપ્ટેમ્બર 2020માં અવસાન થયું. તે લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીની સાથે તેમણે મળીને કામ કર્યું. રાજસ્થાનના રહેવાસી જશવંત સિંહે પહેલીવાર 1996માં વાજપેયી સરકારમાં કેન્દ્રીય નાણા મંત્રી તરીકે કામ કર્યું અને પછી વિદેશ મંત્રી પણ રહ્યા. રક્ષા ગોટાળામાં જ્યોર્જ ફર્નાન્ડીસનું નામ આવ્યા પછી જશવંત સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરમાણુ પરીક્ષણ પછી દુનિયાના દેશોની સાથે સારા સંબંધો બનાવવામાં જશવંત સિંહની મહત્વની ભૂમિકા રહી. તેમની ગણતરી અટલ બિહારી વાજપેયીના અંગત નેતા તરીકે થતી હતી.

રઘુવંશ પ્રસાદ:
સમાજવાદી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું 74 વર્ષની ઉંમરમાં 13 સપ્ટેમ્બર 2020ના રોજ નિધન થયું. તે કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના પછી તેમની દિલ્લીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. રઘુવંશ બાબુનો જન્મ 6 જૂન 1946માં વૈશાલીના શાહપુરમાં થયો હતો.જેપી આંદોલનથી તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી અને લાલુ યાદવના સૌથી નજીકના નેતાઓમાંથી એક હતા. આરજેડીના સંસ્થાપક સભ્ય રહ્યા. પરંતુ અંતિમ સમયમાં તેમણે પાર્ટી છોડી દીધી. તે આરજેડીના તે ગણ્યા-ગાંઠ્યા નેતાઓમાંથી એક રહ્યા. જેમના પર ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર કે ગુંડાગીરીનો આરોપ લાગ્યો નહીં. તે ધારાસભ્યથી લઈને સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહ્યા. અને મનરેગાને જમીન પર ઉતારવાનો શ્રેય પણ તેમને જાય છે.

અમર સિંહ:
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનું 1 ઓગસ્ટ 2020ના રોજ અવસાન થયું. તે લાંબા સમયથી બીમાર હતા. અને સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. અમર સિંહનો જન્મ 27 જાન્યુઆરી 1956માં ઉત્તર પ્રદેશના આઝમગઢમાં થયો હતો. 1996માં પહેલીવાર રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. અમર સિંહ અને મુલાયમ સિંહ યાદવમાં ગાઢ મિત્રતા હતી. સાથે જ અમિતાભ બચ્ચન સાથે પણ તેમના ઘણા અંગત સંબંધો હતા. પરંતુ પછીથી બંનેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ. અમર સિંહ તો જોડ-તોડની રાજનીતિ માટે વધારે જાણીતા હતા અને તેના કારણે યૂપીએ-1ની મનમોહન સરકારને બચાવવામાં તેમનું નામ વોટ ફોર નોટ કેસમાં સામે આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news