કર્ણાટકમાં ભાજપની સરકાર પડી, માત્ર 55 કલાકમાં કોંગ્રેસના આ 5 મહારથીઓએ હારેલી બાજી જીતમાં ફેરવી

કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ બહુમત પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી દીધુ. પોતાના ભાષણમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને ષડયંત્ર ગણાવ્યું હતું

કર્ણાટકમાં ભાજપની સરકાર પડી, માત્ર 55 કલાકમાં કોંગ્રેસના આ 5 મહારથીઓએ હારેલી બાજી જીતમાં ફેરવી

નવી દિલ્હી: કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ બહુમત પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી દીધુ. પોતાના ભાષણમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે આગામી ચૂંટણીમાં તેઓ હવે 150 બેઠકો જીતીને આવશે. 55 કલાકની રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસના 5 મોટા નેતાઓએ મુખ્ય ભૂમિકા ભજવી. આ નેતાઓએ ચૂંટણી શરૂ થતા પહેલા કોંગ્રેસના પ્રચારને તો નિર્ણાયક સ્તરે પહોંચાડી જ દીધો હતો પરંતુ પરિણામો બાદ પણ ભાજપને સત્તામાંથી બેદખલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો અને 104 બેઠકો મેળવી જ્યારે કોંગ્રેસ પાસે 78 તથા જેડીએસ પાસે 38 સભ્યો છે. 2 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે. 224 સભ્યોની વિધાનસભામાં મતદાન 222 બેઠકો પર થયું હતું.

ગુલામ નબી આઝાદ: તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાય છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના પક્ષમાં સમીકરણ બદલવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. યેદિયુરપ્પા સરકારના બહુમત ન મેળવી શકવા પાછળ તેમની જ રણનીતિ હતી. તેમણે જ ચૂંટણી પરિણામ આવ્યાં બાદ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ જેડીએસનું સમર્થન કરશે. તેમણે સ્વીકાર્યુ હતું કે જનાદેશ કોંગ્રેસ વિરુદ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જેડીએસ સાથે તેમણે જ વાત કરી હતી. ત્યારબાદ જ કોંગ્રેસ-જેડીએસએ મળીને સાંજે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો.

અશોક ગેહલોત: કોંગ્રેસના સંગઠન મહાસચિવ અશોક ગેહલોતે પણ યેદિયુરપ્પાની સરકાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. રાજસ્થાનના પૂર્વ સીએમ ગેહલોત દરેક ઘટનાક્રમ પર ખુબ ચોક્કસાઈપૂર્વક નજર રાખી રહ્યાં હતાં અને આઝાદના નેતૃત્વમાં ડેમેજ કંટ્રોલમાં કામ કરતા રહ્યાં. તેમણે પરિણામ આવ્યાં બાદ કહ્યું હતું હતું કે કર્ણાટકની લડાઈ વિચારધારા અને સિદ્ધાંતોની છે. આવામાં વિકલ્પ એની જ સાથે ખુલે છે જેમની સાથે અમારી વિચારધારા મળે છે.

મલ્લિકાર્જૂન ખડગે: મલ્લિકાર્જૂન ખડગે પણ  કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક છે. કર્ણાટકમાં કોંગ્રેસના દલિત ચહેરાઓની સાથે સાથે ગ્રાઉન્ડ સ્તરના નેતા તરીકે પણ તેમનું નામ છે. 2013ની વિધાનસભાની ચૂંટણી ખડગેના નામને આગળ ધરીને લડવામાં આવી હતી. આ જ કારણે બહુમત આવ્યાં બાદ ખડગે મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હતાં. પરંતુ તે સમયે સિદ્ધારમૈયાને સીએમ બનાવવા પાર્ટીની મજબુરી બની ગઈ. ખડગે સ્વચ્છ છબીવાળા નેતા ગણાય છે અને 9 વાર વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. અને બીજીવાર સાંસદ બન્યાં છે. કર્ણાટકની રાજનીતિમાં લાંબો અનુભવ ધરાવતા નેતા છે.

સિદ્ધારમૈયા: કર્ણાટકના પૂર્વ સીએમ રહેલા સિદ્ધારમૈયા પણ કુશળ શાસક રહ્યાં છે. તેમના કાર્યકાળમાં કોંગ્રેસ સરકાર ક્યારે પણ અસ્થિર થઈ નહીં. સિદ્ધારમૈયાનો સંબંધ જેડીએસ સાથે રહ્યો છે. તેમને પણ રાજકારણ જેડીએસ નેતા એચડી દેવગૌડાએ જ શિખવાડ્યું. ત્યારબાદ મતભેદ થતા તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયાં. તેમના કાર્યકાળમાં કર્ણાટકમાં કોંગ્રેસે પોતાના 5 વર્ષ પૂરા કર્યાં.

ડી કે શિવકુમાર: શિવકુમાર તત્કાલિન મુખ્યમંત્રી એસ બંગરપ્પા અને એસએમ કૃષ્ણા સાથે નીકટતાના કારણે જાણીતા રહ્યાં છે. તેઓ કર્ણાટકમાં યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહ્યાં છે. કર્ણાટકમાં ચૂંટણી પરિણામ આવ્યાં બાદ કોંગ્રેસ અને જેડીએસ ધારાસભ્યોને ભાજપની પહોંચથી દૂર રાખવામાં પાર્ટીની મદદ તેમણે કરી હતી. શિવકુમારને કોંગ્રેસે રાજ્યની સતાનુર વિધાનસભા બેઠકથી જનતા દળના દિગ્ગજ નેતા એચડી દેવગૌડા વિરુદ્ધ ઉતાર્યા હતાં પરંતુ તેઓ ચૂંટણી હારી ગયાં. ત્યારબાદ 1989માં તેમણે આ બેઠક જીતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news