IPL 2024 વચ્ચે કોલકત્તાના ખેલાડી પર બીસીસીઆઈની કાર્યવાહી, લગાવ્યો 1 મેચનો પ્રતિબંધ

IPL 2024: બીસીસીઆઈએ કોલકત્તા નાઈટ રાઈડર્સના એક ફાસ્ટ બોલરને આઈપીએલ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા માટે સજા ફટકારી છે. આ ખેલાડી પર બીસીસીઆઈએ કાર્યવાહી કરી છે.

IPL 2024 વચ્ચે કોલકત્તાના ખેલાડી પર બીસીસીઆઈની કાર્યવાહી, લગાવ્યો 1 મેચનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ Harshit Rana IPL 2024: આઈપીએલ 2024 વચ્ચે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે કોલકત્તા નાઈટ રાઈડર્સના એક બોલરને સજા ફટકારી છે. આ ખેલાડીને આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે મેચ ફીના 100 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એક મેચનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

BCCI ની કાર્યવાહી
કોલકત્તા નાઈટ રાઈડર્સના બોલર હર્ષિત રાણા પર ઈડન ગાર્ડન્સમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આઈપીએલ 2024ની મેચ દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે મેચ ફીના 100 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એક મેચનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાણાએ આઈપીએલની આચાર સંહિતાના આર્ટિકલ 2.5 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો છે. તેણે અપરાધનો સ્વીકાર કરી લીધો અને મેચ રેફરીની મંજૂરી સ્વીકાર કરી છે. આચાર સંહિતાના લેવલ 1ના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે. 

હર્ષિત રાણાએ બીજીવાર કરી ભૂલ
હર્ષિત રાણા પર બીસીસીઆઈએ આ સીઝનમાં બીજીવાર કાર્યવાહી કરી છે. આ પહેલા હર્ષિત રાણા પર આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે મેચ ફીના 60 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હર્ષિત રાણાએ સીઝનની શરૂઆતમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર મયંક અગ્રવાલને આઉટ કર્યા બાદ ફ્લાઇંગ કિસનો ઈશારો કર્યો હતો. 

IPL 2024 માં હર્ષિત રાણાનું પ્રદર્શન
હર્ષિત રામાએ આ સીઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે. તેણે 9.79ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લીધી છે. તે આ સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેવામાં આગામી મેચમાં ટીમને તેની ખોટ પડી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news