Corona Third Wave: જુલાઇથી કિશોરોને લગાવવામાં આવશે Corona Vaccine! Zydus Cadilla એ સરકાર પાસે માંગી પરવાનગી

ઝાયડસ કેડિલા (Zydus Cadilla) કંપની જલદી જ ભારતના ડ્રગ્સ કંટ્રોલર સમક્ષ પોતાની કોરોના વેક્સીન 'ઝાયકોવ-ડી'ના ઇમરજન્સી ઉપયોગ માટે અરજી કરી શકે છે.

Corona Third Wave: જુલાઇથી કિશોરોને લગાવવામાં આવશે Corona Vaccine! Zydus Cadilla એ સરકાર પાસે માંગી પરવાનગી

નવી દિલ્હી: કોરોના મહામારીથી બાળકોને વધી રહેલા ખતરા વચ્ચે સરકારે રાહતના સમાચાર આપ્યા છે. જોકે એક દવા કંપનીએ કિશોરો માટે વેક્સીન (Corona Vaccine) તૈયાર કરી લીધી છે અને સરકાર સાથે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. 

ઝાયડ્સ કંપનું ટ્રાયલ થયું પુરૂ
કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો. એનકે અરોડાએ કહ્યું, 'ઝાયડસ કેડિલા (Zydus Cadilla) વેક્સીનનું ટ્રાયલ લગભગ પુરૂ થઇ ગયું છે. જુલાઇના અંત અથવા ઓગસ્ટ સુધી અમે સંભવત: વેક્સીન લગાવવાનું શરૂ કરી દઇશું. 12-18 ઉંમર વર્ગના બાળકોને આ વેક્સીન લગાવવામાં આવશે. 

ડો. એનકે અરોડાએ કહ્યું, 'ICMR એ એક સ્ટડીની છે, તેના અનુસાર કોરોનાની ત્રીજી લહેર મોડી આવશે. એવામાં અમારી પાસે 6-8 મહિનાનો સમય છે. બધાને રસી લગાવવા માટે અમારી પાસે આટલો સમય પુરતો છે. અમે આગામી સમયમાં દરરોજ 1 કરોડ રસી અલ્ગાવીને આ લહેરને આવતાં રોકીશું.  

સરકારને અરજી આપી શકે છે કંપની
સૂત્રોના અનુસાર દવા નિર્માતા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadilla) કંપની જલદી જ ભારતના ડ્રગ્સ કંટ્રોલર સમક્ષ પોતાની કોરોના વેક્સીન 'ઝાયકોવ-ડી'ના ઇમરજન્સી ઉપયોગ માટે અરજી કરી શકે છે. કંપનીનું કહેવું છે કે તેને એડલ્ટ અને કિશોરો બંનેને આપી શકાશે. જોકે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વેક્સીન માટે અત્યારે રાહ જોવી પડી શકે છે. 

— ANI (@ANI) June 27, 2021

ડો. અરોડાએ કહ્યું કે વેક્સીનેશનને લઇને દેશમાં ઘણી અફવાઓ અને ખોટી સૂચનાઓ ફેલાઇ રહી છે. તેનાથી લોકોના મનમાં ડર વધી રહ્યો છે. જેથી સમગ્ર પ્રક્રિયા ડિલે થઇ જાય છે. ડો. અરોડાએ કહ્યું કે કોરોના વાયરસના અન્ય સ્વરૂપોની તુલનામાં 'ડેલ્ટા પ્લસ સ્વરૂપનું ફેફસાંના ટીશ્યૂ સાથે વધુ જોડાયેલા મળે છે. તેનો અર્થ એ નથી કે તેનાથી ગંભીર બિમારીઓ થશે અથવા વધુ સંક્રમણ છે. 

2 વર્ષ સુધીના બાળકો માટે બની રહી છે રસી
તો બીજી તરફ એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારત બાયોટેકની રસી કોવેક્સીનના 2 થી 18 વર્ષના આયુવર્ગના બાળકો (Children) પર કરવામાં આવેલા ત્રીજા તબક્કાના પરીક્ષણના પરિણામો સપ્ટેમ્બર સુધી આવવાની આશા છે. તે પરિણામોને ડ્રગ કંટ્રોલરની મંજૂરી બાદ ભારતમાં બાળકો માટે પણ કોરોના વેક્સીનેશન શરૂ થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news