10th PASS ને પરીક્ષા આપ્યા વિના મળશે નોકરી, ઉતાવળ રાખજો!!! ફોર્મ ભરાવવાનું થઇ ગયું છે શરૂ

10th Pass Sarkari Naukri: CRPF GD કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 16 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થઇ ગયું છે. આ પોસ્ટ્સ પર પસંદગી PST અને તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઉમેદવારો નિયત તારીખથી અરજી કરી શકે છે.

10th PASS ને પરીક્ષા આપ્યા વિના મળશે નોકરી, ઉતાવળ રાખજો!!! ફોર્મ ભરાવવાનું થઇ ગયું છે શરૂ

Government Job Notification: 10મું પાસ થયેલા યુવાનો માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં નોકરી મેળવવાની ખૂબ જ સારી તક છે. CRPF એ ગ્રુપ 'C' હેઠળ GD કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. અરજી પ્રક્રિયા 16 જાન્યુઆરી 2024 થી શરૂ શરૂ થઇ ગયું છે અને 15 ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. હાઇસ્કૂલ પાસ રસ ધરાવતા યુવાનો આ પોસ્ટ્સ માટે CRPFની અધિકૃત વેબસાઇટ rect.crpf.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.

તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ગ્રુપ સીમાં 169 કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 15 ફેબ્રુઆરી 2024 બપોરે 12 વાગ્યા સુધી અરજી સબમિટ કરી શકે છે.

કઈ લાયકાત જરૂરી છે?
અરજી કરનાર ઉમેદવારે કોઈપણ બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, નોટિફિકેશન મુજબ, વ્યક્તિ પાસે સ્પોર્ટ્સ લાયકાત પણ હોવી જોઈએ. આ જગ્યાઓ માટે પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી સબમિટ કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBCને 3 વર્ષની છૂટ આપવામાં આવી છે અને SC અને ST કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

અરજી ફી - જનરલ અને ઓબીસી કેટેગરી માટે અરજી ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે SC, ST અને મહિલા ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

અહીં અરજી કરો
CRPF ની ઓફિશિયલ વેબસાઇટ rect.crpf.gov.in પર જાઓ.
જીડી કોન્સ્ટેબલની ભરતીની સૂચના વાંચો.
હવે નિયમો મુજબ અરજી કરવાનું શરૂ કરો.
ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફી જમા કરો.

CRPF GD Constable Recruitment 2024 notification

કેવી રીતે થશે પસંદગી?
શારીરિક ધોરણ કસોટી અને તબીબી પરીક્ષા દ્વારા CRPF GD કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજદારોની પસંદગી કરવામાં આવશે. PST માટે અરજદારોને એડમિટ કાર્ડ આપવામાં આવશે. હોલ ટિકિટ CRPFની સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવશે. PST અને મેડિકલ તપાસની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news