BSF માં જોડાવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર
બોર્ડર સિક્યુરિટી ફોર્સ વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે... ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો કરી શકશે અરજી
Trending Photos
કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી (jobs) શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
BSF માં જોડાવવા માંગતા યુવાનોની પસંદગી શારીરિક ક્ષમતા અને લેખિત પરીક્ષા પર આધારિત કરવામાં આવશે.. શારીરિક તંદુરસ્તી માટે પુરુષ અને સ્ત્રી ઉમેદવારો માટે ઊંચાઈ સહિતના માપદંડો આપવામાં આવે છે. જેમાં પુરુષોની ઉંચાઈ 167.5 CM અને મહિલાઓની 157 CMS રહેશે. તથા અન્ય શારીરિક માપદંડો અંગેની વિગત તે નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
આ રીતે અરજી કરવી
BSF માં જોડાવવા માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરીને ભરવાનું રહેશે. ફોર્મ જરૂરી દસ્તાવેજો જોડીને આ https://rectt.bsf.gov.in/ સાઈટ પર આપેલ સરનામાં પર મોકલવાનું રહેશે.
લાયકાત
ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત ITI પ્રમાણપત્ર હોવું જરૂરી છે..
વય મર્યાદા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની વય 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
જનરલ/ OBC/ EWS ના ઉમેદવારો 100 રૂપિયા ભરવાના રહેશે. તથા ઉમેદવારે અરજી ઓનલાઇન કરવાની રહેશે . તથા પરીક્ષા ફી અંગેની છૂટછાટ માહિતી તે નોટિફિકેશનમાં આપવામાં આવી છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે