વડોદરા ગેંગરેપ કેસમાં નવુ નામ ખૂલ્યું, યુવતીએ કોને મેસેજ કરીને કહ્યું-I KIDNAPPED, PL SAVE ME...
વડોદરામાં યુવતી પર ગેંગરેપ (rape case) અને આપઘાતનો કેસ (suicide case) માં નવો વળાંક આવ્યો છે. યુવતીનો આપઘાત નહિ પણ મર્ડરની શક્યતા સામે આવી છે. જે લેટેસ્ટ પુરાવા હાથ લાગ્યા છે તેમાં યુવતીની હત્યા કરીને તેની લાશ ટ્રેનની સીટ પર લટકાવી દેવામાં આવી હોવાની થિયરી સામે આવી છે. આ કેસમાં હવે સંજીવભાઈ નામના શખ્સનુ નામ પણ સામે આવ્યુ છે, જેને યુવતીએ ટ્રેનમાં બેસીને મેસેજ કર્યો હતો. ગુજરાત ક્વીનમાં નવસારીથી પીછો કરાતાં યુવતીએ 'સંજીવભાઈ'ને વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો કે, I KIDNAPPED, PL SAVE ME...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :વડોદરામાં યુવતી પર ગેંગરેપ (rape case) અને આપઘાતનો કેસ (suicide case) માં નવો વળાંક આવ્યો છે. યુવતીનો આપઘાત નહિ પણ મર્ડરની શક્યતા સામે આવી છે. જે લેટેસ્ટ પુરાવા હાથ લાગ્યા છે તેમાં યુવતીની હત્યા કરીને તેની લાશ ટ્રેનની સીટ પર લટકાવી દેવામાં આવી હોવાની થિયરી સામે આવી છે. આ કેસમાં હવે સંજીવભાઈ નામના શખ્સનુ નામ પણ સામે આવ્યુ છે, જેને યુવતીએ ટ્રેનમાં બેસીને મેસેજ કર્યો હતો. ગુજરાત ક્વીનમાં નવસારીથી પીછો કરાતાં યુવતીએ 'સંજીવભાઈ'ને વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો કે, I KIDNAPPED, PL SAVE ME...
યુવતીનુ જે દિવસે મોત થયુ હતુ એ રાતે યુવતી ગુજરાત ક્વીન ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્ર જઈ રહી હતી. ત્યારે નવસારીથી કેટલાક લોકો તેનો પીછો કરતા હતા. પીછો કરનારા લોકોએ યુવતીનું અપહરણ કર્યુ હતું. જેમનાથી પીછો છોડાવીને યુવતી ટ્રેનના વોશરૂમમાં ભાગી ગઈ હતી. જ્યાંથી તેણે સંજીવભાઈ નામના શખ્સને મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ 3 નવેમ્બરના રાત્રે 11.31 વાગ્યે મોકલાયો હતો. ત્યારે સમગ્ર કેસમાં સંજીવભાઈ કોણ છે તે તપાસનો વિષય છે.
યુવતીએ શુ મેસેજ કર્યો
યુવતીએ ટ્રેનમાં બેસીને સંજીવભાઈ પાસેથી મદદ માંગી હતી. તેણે અંગ્રેજીમાં મેસેજમાં લખ્ય હતુ કે, “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow... parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..”
કોણ છે સંજીવભાઈ
સમગ્ર ખુલાસામાં સંજીવભાઈનુ નામ સામે આવ્યુ છે. આ ઉપરાંત આ યુવતી મહારાષ્ટ્ર કેમ જઈ રહી હતી તે પણ ચર્ચાનો વિષય છે. તેમજ કોણ છે આ સંજીવભાઈ જેમની પાસેથી તેણે મદદની અપીલ કરી હતી. સાથે જ યુવતીએ આ શખ્સને મેસેજમાં સોરી પણ કહ્યું છે. મેસેજ કર્યા બાદ જ યુવતીની હત્યા કરવામા આવી હોઈ શકે છે. યુવતી ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેન નં. 19034 માં બેસીને મહારાષ્ટ્ર જઈ રહી હતી. ત્યારે નવસારી છોડ્યા બાદ જ તેની સાથે દુર્ઘટના બની હોવાની શક્યતા છે.
યુવતીની ડાયરીનું છેલ્લુ પાનુ મળ્યું
વડોદરામાં યુવતી પર ગેંગરેપ (gangrape) અને આપઘાતનો કેસમાં યુવતીની ડાયરી જ મોટો પુરાવો છે. પરંતુ યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે સંસ્થાએ યુવતીની ડાયરીના કેટલાક પાના ફાડી નાંખ્યા હતા. યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું. ત્યારે એ જ પાનાની ઝેરોક્ષ પોલીસને મળી છે. ઓએસિસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને આ પાનાની ઝેરોક્ષ આપી હતી. સંસ્થાનું એ-ગ્રૂપ યુવતી સાથે જ્યારે આ ઘટના બની ત્યારે જમ્મુ કાશ્મીર હતું, જેથી બી ગ્રુપના સભ્યએ ડાયરીના ફોટા પાડ્યા હતા. યુવતીની બહેનપણીએ આ ઘટનાની જાણ સંસ્થાના મેન્ટર અવધિને કરી હતી, અવધિએ યુવતીની ઇજાના નિશાન અને ડાયરીના ફોટો મંગાવ્યા હતા. જેથી બહેનપણીએ ડાયરીના ફોટા મેન્ટર અવધિને મોકલ્યા હતા, જે બાદ ડાયરીનું છેલ્લું પેજ ગાયબ હતું.
દુષ્કર્મ પાસેની જગ્યાથી 54 રીક્ષાચાલકોની પૂછપરછ શરૂ
આ સાથે જ યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કાર સમયે આસપાસથી મોબાઈલ લોકેશન મળનારાની પોલીસે (vadodara police) પૂછપરછ શરૂ કરી છે. પોલીસે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મના બનાવ સમયે ત્યાં હાજર 54 જેટલા રિક્ષાચાલકોની ઓળખ કરી છે. અત્યાર સુધી પોલીસ 250થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ પોલીસને હજી સુધી કંઈ હાથ લાગ્યુ નથી. સાથે જ યુવતીની ડાયરીમાંથી ગાયબ થયેલા છેલ્લા પેજનો ફોટો મોબાઈલમાંથી મળતા ફોટો અને મોબાઈલ એફ.એસ.એલમાં મોકલાયા છે.
28 મીએ યુવતી સાથે થયુ હતુ દુષ્કર્મ
તપાસમાં મળેયી ડાયરીમાંથી જાણવા મળ્યું કે, 28મી તારીખે તેની સાથે વેક્સીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. પીડિત યુવતીએ ઓએસીસ સંસ્થાને પોતાની સાથે થયેલ દુષ્કર્મના ઘટનાની જાણ કરી હતી. જો સંસ્થાએ પોલીસને જાણકારી આપી હોત તો યુવતીનો જીવ બચી જાત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે