Indian Navy Recruitment 2022: ભારતીય નૌસેનામાં ભરતી, 1 લાખથી વધુ પગાર, જાણો તમામ વિગત

Indian Navy Recruitment 2022: ભારતીય નૌકાદળમાં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે મોટી તક છે. સ્પેશિયલ નેવલ ઓરિએન્ટેશન કોર્સે SSC ઓફિસરની 50 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

Indian Navy Recruitment 2022: ભારતીય નૌસેનામાં ભરતી, 1 લાખથી વધુ પગાર, જાણો તમામ વિગત

નવી દિલ્હીઃ Indian Navy Recruitment 2022: ભારતીય નૌસેનામાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે સારી તક છે. વિશેષ નૌસેના અભિવિન્યાસ (સ્પેશિયલ નેવલ ઓરિએન્ટેશન) કોર્સ માટે 50 એસએસસી (શોર્ટ સર્વિસ કમિશન) અધિકારીના પદ પર ભરતી નિકળી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર વિઝિટ કરી અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોનું કાર્યક્ષેત્ર આઈટીમાં હશે. આ પદો માટે અરજી પ્રક્રિયા 27 જાન્યુઆરી 2022થી શરૂ થશે. ઉમેદવાર 10 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકે છે. પસંદ થયેલા ઉમેદવારોને 56,100થી 1,10,700 રૂપિયા (ગ્રેડ લેવલ 10) સુધી પગાર મળશે. 

શૈક્ષણિક યોગ્યતા
નૌસેના (Indian Navy) ના આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની પાસે 60 ટકા સાથે બીઈ, બીટેકની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારની પાસે આ ડિગ્રી કમ્પ્યૂટર વિક્ષાન તથા કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં હોવી જોઈએ. આ સિવાય ઉમેદવારની પાસે કમ્પ્યૂટર તથા આઈટીમાં એમએસસી ડિગ્રી અને કમ્પ્યૂટર સાયન્સ તથા આઈટીમાં એમસીએ કે એમટેકની ડિગ્રી જરૂરી છે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 1997 અને 1 જાન્યુઆરી 2003 વચ્ચે થયેલો હોવો જોઈએ. ઉમેદવારોની પસંદગી એસએસબીના ઇન્ટરવ્યૂ દ્વારા થશે. 

મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ- 27 જાન્યુઆરી, 2022
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ- 10 ફેબ્રુઆરી

પદોની સંખ્યા
સૂચના ટેક્નોલોજી માટે એસએસસી અધિકારી (કાર્યકારી શાખા) ખાલી પદની સંખ્યા- 50

પગાર ધોરણ
એસએસસી અધિકારી પર પર પસંદ થયેલા ઉમેદવારોને 56100 થી 1,10,700 રૂપિયા ગ્રેડ સ્તર 10 હેઠળ વેતન મળશે. 

ઉંમર મર્યાદા
અરજી કરતા ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 1997 અને 1 જાન્યુઆરી 2003 વચ્ચે થયો હોવો જોઈએ. 

પસંદગીની પ્રક્રિયા
પસંદગી સેવા બોર્ડ (એસએસબી) ના ઇન્ટરવ્યૂ પર આધારિત હશે. 

આ રીતે કરો અરજી
ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જાવ.
હવે હોમપેજ પર ઉપલબ્ધ અધિકારીના ભાગ પર ક્લિક કરો.
હવે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી માટે SSC ઓફિસરની જગ્યા માટે ભરતી સૂચના વાંચો.
ભરતીની સૂચનામાંથી પસાર થયા પછી, ઉમેદવારો એપ્લિકેશનના વિભાગ પર ક્લિક કરે છે.
હવે ઉમેદવારો અરજી ફોર્મ ભરે છે.
જરૂરી દસ્તાવેજો ઑનલાઇન સબમિટ કરીને અરજી ફોર્મ ભરો.
હવે અરજી ફી સબમિટ કરો.
અરજી ફી જમા કરાવ્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
હવે ઉમેદવારો તેમના અરજી ફોર્મ ડાઉનલોડ કરે છે.
ઉમેદવારોએ અરજી ફોર્મની નકલની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news