સરકારી નોકરીની સોનેરી તક! 10મું-12મું પાસ ઉમેદવારો માટે ઈસરોમાં મસ્ત ચાન્સ, આ રીતે કરો અરજી
10-12 Pass Job In ISRO: ઈસરોમાં નોકરી કરવાની ઈચ્છા હોય પરંતુ માત્ર 10 પાસ કે 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો હોય તેમના માટે સારી તક છે. આ નોકરીમાં પગાર ધોરણ પણ સારું હશે. કઈ રીતે આ નોકરી માટે અરજી કરવી તેની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવી છે.
Trending Photos
ISRO: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમે ISROમાં આ નોકરીઓ માટે અરજી કરી શકો છો. ISRO એ UR રાવ સેટેલાઇટ સેન્ટર માટે ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.
224 જગ્યાઓ માટે ISRO URSC ભરતી 2024
આ ભરતી અભિયાન દ્વારા કુલ 224 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં સાયન્ટિસ્ટ, એન્જિનિયર, લાયબ્રેરી આસિસ્ટન્ટ, ફાયરમેન, ડ્રાઈવર, ડ્રાફ્ટ્સમેન વગેરેની ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ માટે અરજીઓ 27મી જાન્યુઆરીથી શરૂ થઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16મી ફેબ્રુઆરી 2024 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.
અરજી કરવા માટેની પાત્રતાના માપદંડ પોસ્ટ પ્રમાણે બદલાય છે. સંબંધિત ક્ષેત્રમાં PG કરેલ ઉમેદવારથી લઈને ગ્રેજ્યુએશન પાસ અને 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. દરેક પોસ્ટ વિશે અલગ-અલગ માહિતી મેળવવા માટે તમે વેબસાઈટ પર આપવામાં આવેલી નોટિસ જોઈ શકો છો. અહીંથી તમે વય મર્યાદા વિશે પણ જાણી શકશો. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટ છે – isro.gov.in.
આ વેબસાઈટ પરથી વિગતો પણ જાણી શકાશે અને અરજી પણ કરી શકાશે. સામાન્ય રીતે 18 થી 35 વર્ષની વચ્ચેના ઉમેદવારો પોસ્ટ મુજબ અરજી કરી શકે છે. પરીક્ષાના અનેક તબક્કા પછી પસંદગી કરવામાં આવશે. જેમ કે લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષા. અપડેટ્સ માટે વેબસાઇટ તપાસતા રહો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે