એસિડિટીના કારણે થાય છે છાતીમાં બળતરા, આવે છે  ખાટા ઓડકાર? અજમાવી જુઓ આ 2 ઘરગથ્થું ઉપાય

ઠંડીની ઋતુમાં પાચનતંત્ર નબળું પડતું હોય છે અને એટલે બની શકે કે તમને ઠંડીના દિવસોમાં એસિડિટી, પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ વધુ મહેસૂસ થતી હોય. જો તમને આ દિવસોમાં એસિડિટી, ખાટા ઓડકાર કે અપચા જેવી સમસ્યાઓ વધુ મહેસૂસ થતી હોય તો તમે સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન રુજુતા દિવેકરની ટિપ્સ ફોલો કરી શકો છો.

એસિડિટીના કારણે થાય છે છાતીમાં બળતરા, આવે છે  ખાટા ઓડકાર? અજમાવી જુઓ આ 2 ઘરગથ્થું ઉપાય

એસિડિટીની ફરિયાદ એવા લોકોમાં વધુ જોવા મળે છે જેમના ખાણી પીણીનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી કે જે એલફેલ ફાસ્ટ ફૂડ જેવી ચીજો વધુ ખાય છે. કામનું પ્રેશર, ભાગદોડ અને સમયની અછત વચ્ચે લોકો સમયસર ભોજન કરતા નથી કે કસરત કરી શકતા નથી કે ન તો કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરી શકતા હોય છે. આવામાં પેટ સંબંધિત સમસ્યાઓ એવા લોકોમાં સામાન્ય હોય છે જે ડેસ્ક જોબ કરતા હોય છે કે સતત કલાકો સુધી એક જ જગ્યા પર બેસીને કામ કરે છે. 

ઠંડીની ઋતુમાં પાચનતંત્ર નબળું પડતું હોય છે અને એટલે બની શકે કે તમને ઠંડીના દિવસોમાં એસિડિટી, પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ વધુ મહેસૂસ થતી હોય. જો તમને આ દિવસોમાં એસિડિટી, ખાટા ઓડકાર કે અપચા જેવી સમસ્યાઓ વધુ મહેસૂસ થતી હોય તો તમે સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન રુજુતા દિવેકરની ટિપ્સ ફોલો કરી શકો છો. કરીના કપૂર, અને આલિયા ભટ્ટ જેવી હસ્તીઓના ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે શિયાળામાં એસિડિટીથી આરામ અપાવતા કેટલાક નુસ્ખા જણાવ્યાં છે. તમે પણ આ ઘરગથ્થું નુસ્ખા અજમાવી શકો છો અને એસિડિટીથી રાહત મેળવી શકો છો. 

1. છાશમાં હિંગ ભેળવો
ભોજન બાદ છાશ પીવાની ઘણાને આદત હોય છે જે પાચનમાં મદદ કરી શકે છે. લંચ બાદ તમે એક ગ્લાસ છાશ પીવો તો તમારી પાચન શક્તિ વધી શકે છે. જો તમને એસિડિટી પરેશાન કરતી હોય તો તમારે છાશમાં થોડી હિંગ ભેળવીને પી શકો છો. દહીમાં પ્રોબાયોટિક્સ મળી આવે છે જે આંતરડા માટે ખુબ ફાયદાકારક છે. જ્યારે હિંગનું સેવન કરવાથી પેટનો ગેસ ઓછો થાય છે અને પાચન શક્તિ વધે છે. જેનાથી એસિડિટીથી રાહત મળે છે અને પેટની બળતરા પણ ઓછી થાય છે. 

આ રીતે બનાવો હિંગવાળી છાશ
- થોડું દહીં લો અને પાણી સાથે તેને મિક્સ કરીને છાશ બનાવી લો.
- હવે છાશમાં બ્લેક સોલ્ટ, શેકેલા જીરાનો પાઉડર અને ચપટી હિંગ ભેળવી લો. 
- તમે તેમાં સમારેલી કોથમીર પણ ભેળવી શકો છો. 

રોજ પીઓ ખસનું પાણી
ખસને પાણીમાં પલાળીને રોજ પીવાથી પણ તમને પેટની સમસ્યાથી રાહત મળી શકે છે. ખસની તાસીર ઠંડી હોય છે. તે તમારા શરીરના તાપમાનને સંતુલિત કરી શકે છે અને પેટની બળતરા પણ શાંત કરે છે. આ સાથે જ શરીરમાં ભેગા થયેલા ટોક્સિન્સને પણ સાફ કરવામાં ખસ કારગર છે. એસિડિટીથી રાહત મેળવવા માટે તમે ખસના મૂળિયાને પાણીમાં પલાળી રાખો અને આખી રાત આ રીતે પલાળી રાખ્યા બાદ સવારે તે પાણીને ખાલી પેટે પીઓ. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news