Tinu Kumari Success Story: જબરું આ તો! યુવતીએ સરકારી નોકરી માટેની 5 પરીક્ષા એક સાથે પાસ કરી, જાણો કઈ રીતે

ટીનુ કુમારીએ એક પછી એક 5 પરીક્ષાઓ પાસ કરી લીધી. ટીનુની આ સફળતા પર પરિવાર ગૌરવ મહેસૂસ કરી રહ્યો છે. પાડોશીઓ અને સગાવ્હાલા પણ ખુશ છે. સફળતા છતાં ટીનુનું સપનું હજુ પણ પૂરું થયું નથી. તે આગળનો અભ્યાસ કરીને આઈએએસ અધિકારી બનવા માંગે છે. 

Tinu Kumari Success Story: જબરું આ તો! યુવતીએ સરકારી નોકરી માટેની 5 પરીક્ષા એક સાથે પાસ કરી, જાણો કઈ રીતે

Tinu Kumari Jamui: બિહારની એક મહિલાએ ઓફિસર બનવાનું સપનું જોયું હતું.પરંતુ બાળકોની જવાબદારીના કારણે આ સપનું પૂરું થઈ શક્યું નહીં. હવે આ મહિલાની દીકરીએ તેની માતાનું સપનું પૂરું કર્યું. બિહારના જમુઈ જિલ્લામાં રહેતી પિંકી સિંહ અંગ્રેજીમાં એમએ છે. આ સાથે જ બીએડની ડિગ્રી પણ છે. તે ભણી ગણીને ઓફિસર બનવા માંગતી હતી. પરંતુ પરિસ્થિતિએ એમ બનવા દીધુ નહીં. ત્યારબાદ તે હાઉસવાઈફ બનીને તેના બાળકોને ઉછેરતી રહી. જો કે પિંકીની દીકરી ટીનુ સિંહ હવે મોટી થઈ ગઈ અને તેણે એ કરી દેખાડ્યું જે માતા ન કરી શકી નહીં. 

ટીનુએ કર્યો કમાલ
અત્રે જણાવવાનું કે ટીનુ કુમારીએ એક પછી એક 5 પરીક્ષાઓ પાસ કરી લીધી. ટીનુની આ સફળતા પર પરિવાર ગૌરવ મહેસૂસ કરી રહ્યો છે. પાડોશીઓ અને સગાવ્હાલા પણ ખુશ છે. સફળતા છતાં ટીનુનું સપનું હજુ પણ પૂરું થયું નથી. તે આગળનો અભ્યાસ કરીને આઈએએસ અધિકારી બનવા માંગે છે. 

ટીનુએ માતાનું સપનું પૂરું કર્યું
અત્રે જણાવવાનું કે ટીનુએ તેની માતાનું સપનું પૂરું કરવા માટે એક સાથે પાંચ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી. અત્રે જણાવવાનું કે ટીનુ સિંહના પિતા મુન્ના કુમાર સિંહ સીઆરપીએફમાં સબ ઈન્સ્પેક્ટર છે. જ્યારે માતા પિંકી સિંહ હાઉસ વાઈફ છે. બંને ટીનુની સફળતાથી ખુશ છે. 

કઈ કઈ પરીક્ષા કરી પાસ
ટીનુએ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સાથે પાંચ સિદ્ધિઓ મેળવી. 22 ડિસેમ્બરના રોજ તેની પસંદગી કોમ્પ્યુટર ઓપરેટર પદ પર થઈ. તેના બીજા દિવસે 23 ડિસેમ્બરે બિહાર એસએસસી સીજીએલ પરીક્ષામાં સફળતા મળી અને ટીનુની સહાયક પ્રશાખા પદાધિકારીના પદ પર પસંદગી થઈ. 

BPSC પાસ કરી રેકોર્ડ બનાવ્યો
ત્યારબાદ ટીનુએ બીપીએસસીની શિક્ષણ  ભરતી પરીક્ષામાં 6-8 ક્લાસવાળી કેડરમાં સફળતા મેળવી. આ ઉપરાંત તેણે બીપીએસસીની શિક્ષક ભરતીના માધ્યમિક વિદ્યાલય 9 થી 10 ક્લાસવાળા કેડર અને ઉચ્ચ માધ્યમિકના 11થી 12 ક્લાસવાળા કેડરમાં પણ સફળતા મેળવી. ટીનુએ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા, ભાઈ અને મામાને આપ્યો છે. 

સોશિયલ મીડિયાથી અંતર
ટીનુએ જણાવ્યું કે જ્યાં આજે  એક બાજુ યુવાઓ મોટાભાગે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે ત્યારે તે ક્યારેય સોશિયલ મીડિયા વાપરતી નથી. કોઈ પણ સોશયિલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું એકાઉન્ટ નથી. ટીનુ કહે છે કે મે પુસ્તકો સાથે મિત્રતા કરી લીધી. માણસનો સૌથી સારો મિત્ર પુસ્તક હોય છે અને સતત અભ્યાસ કર્યા બાદ મે આ સફળતા મેળવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news