ગ્રેજ્યુએટ થયા પછી પણ 3 વર્ષ સુધી પ્લેસમેન્ટ પુરૂ પાડશે આ યુનિવર્સિટી, આ છે ભારતની પ્રથમ યુનિવર્સિટી

Graduation: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારતની પ્રથમ યુનિવર્સિટી છે, જે સ્ટાર્ટઅપ્સને પોષવા અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. હાલમાં આ યુનિવર્સિટી ખાતે 23 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેટ કરવામાં આવી રહ્યાં છે.

ગ્રેજ્યુએટ થયા પછી પણ 3 વર્ષ સુધી પ્લેસમેન્ટ પુરૂ પાડશે આ યુનિવર્સિટી, આ છે ભારતની પ્રથમ યુનિવર્સિટી

placements: સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ ભારતની આ પ્રકારની સૌપ્રથમ યુનિવર્સિટી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ગુરુવારના રોજ જાહેર કર્યું હતું કે, તેઓ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં જ ત્રણ વર્ષ સુધીની ડીફર્ડ પ્લેસમેન્ટ પૂરી પાડશે. તેનો અર્થ એ થયો કે જે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થશે તેઓ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયાં પછી ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે કેમ્પસ પ્લેસમેન્ટનો લાભ ઉઠાવી શકશે. યુનિવર્સિટીના સત્તાધિકારીઓના જણાવ્યાં મુજબ, આ પહેલ વર્તમાન શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024થી જ લાગુ થઈ જશે.

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારતની પ્રથમ યુનિવર્સિટી છે, જે સ્ટાર્ટઅપ્સને પોષવા અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. હાલમાં આ યુનિવર્સિટી ખાતે 23 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેટ કરવામાં આવી રહ્યાં છે.

હાલમાં, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં લગભગ 3,500 વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. આ યુનિવર્સિટીમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ તરફથી પ્રાપ્ત થયેલી પ્રતિક્રિયાના આધારે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભૂતકાળમાં આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થયેલી પ્રતિક્રિયાના આધારે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વિદ્યાર્થી દ્વારા શરૂ કરવામાં આવેલું સ્ટાર્ટઅપ અપેક્ષા મુજબ કાર્યદેખાવ કરી શકતું નથી અને આથી જ ઘણાં વિદ્યાર્થીઓ નોકરીની તકથી વંચિત રહી જતાં હોય છે. જ્યારે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપને પોષવા, આઇડીયાથી માંડીને વ્યાપ વધારવા સુધીના દરેક તબક્કે તેમનું માર્ગદર્શન કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. 

આ ઉપરાંત માર્કેટમાં ઝડપથી આવી રહેલા પરિવર્તનોને સમજવા પણ એટલા જ જરૂરી છે અને એ પણ સમજવું જરૂરી છે કે બધાં જ સ્ટાર્ટઅપ પોતાનું અસ્તિત્ત્વ ટકાવી શકતા નથી. જોકે, આ યુનિવર્સિટીનું લક્ષ્ય સ્ટાર્ટઅપ્સને અને રોજગારી પેદા કરનારાઓને પ્રોત્સાહન આપવાનું તો છે જ પરંતુ તેની સાથે-સાથે એ વાતની પણ ખાતરી કરવાનું છે કે, અહીંના વિદ્યાર્થીઓને સારા સંગઠનોમાં નોકરી મળી જાય અને તેમની કારકિર્દીનો શુભારંભ થાય. 

આથી જ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ડીફર્ડ પ્લેસમેન્ટની આ પહેલને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ માટે કેમ્પસ પ્લેસમેન્ટમાં હાજર રહી શકશે. વળી, તેનાથી તેમને તેમની કારકિર્દી આગળ વધારવાની અને પોતાના ઉદ્યોગસાહસિક ઉદ્યમો તરફ પાછાં વળતા પહેલાં વ્યાવસાયિક કુશળતા મેળવવાની એક વાજબી તક પણ મળશે.

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ એક નૉલેજ હબ છે, જ્યાં એન્જિનીયરિંગ, આર્કિટેક્ચર, ડીઝાઇન, વિજ્ઞાન, મેનેજમેન્ટ, પેરામેડિકલ, કૃષિ જેવા વિષયોનું તથા અન્ય કેટલાક પ્રવાહોનું શિક્ષણ ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાના દ્રષ્ટિકોણથી મૂલ્યવર્ધિત રીતે પૂરું પાડવામાં આવે છે. ગત શૈક્ષણિક વર્ષમાં 1,224 વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયાં હતાં. અત્યાર સુધીમાં આ યુનિવર્સિટીએ કૃષિ, હેલ્થકૅર, ગ્રીન એનર્જી, આઇટી સેવાઓ, ડીઝાઇન અને ડેટા મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 120 જેટલા સ્ટાર્ટઅપને સમર્થન પૂરું પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news