નાળિયેરના તેલમાં આ 2 વસ્તુ ઉમેરી બનાવો હેર ઓઈલ, થોડા જ દિવસોમાં સફેદ વાળ થવા લાગશે કાળા

Hair Oil For White Hair: વાળને કાળા કરવા માટે લોકો હેર કલર અને હેર ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ તે થોડા સમય માટે રહે છે. આ ઉપરાંત સફેદ વાળની સમસ્યા વધવા પણ લાગે છે.

નાળિયેરના તેલમાં આ 2 વસ્તુ ઉમેરી બનાવો હેર ઓઈલ, થોડા જ દિવસોમાં સફેદ વાળ થવા લાગશે કાળા

Hair Oil For White Hair: આજના સમયમાં સફેદ વાળની સમસ્યા પણ સતત વધી રહી છે. યુવાનોને પણ સફેદ વાળની સમસ્યા થવા લાગે છે. વાળ સફેદ થવા એક સામાન્ય બાબત બની ગઈ છે. તેના કારણોમાં મુખ્ય આનુવંશિક, જીવનશૈલી, ખોરાક અને પ્રદૂષણ હોઈ શકે છે. આ સિવાય ઘણા કેમિકલયુક્ત પ્રોડક્ટ પણ વાળ સફેદ થવાનું કારણ હોય શકે છે. વાળને કાળા કરવા માટે લોકો હેર કલર અને હેર ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ તે થોડા સમય માટે રહે છે. આ ઉપરાંત સફેદ વાળની સમસ્યા વધવા પણ લાગે છે. આ સિવાય કેમિકલયુક્ત પ્રોડક્ટ વાળને ડ્રાય કરે છે. જો તમે તમારા વાળને કાળા કરવા માંગો છો તો નાળિયેરના તેલમાં આ વસ્તુઓ ઉમેરીને ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: 

નાળિયેરનું તેલ અને મહેંદી

મહેંદીનો ઉપયોગ વાળ કાળા કરવા માટે કરી શકાય છે. આ તેલ બનાવવા માટે મહેંદીના પાનને તડકામાં સુકવવા અને પછી નારિયેળના તેલમાં તેને ઉમેરી ગરમ કરવા. તેલનો રંગ બદલી જાય પછી ગેસ બંધ કરી તેલને ઠંડુ કરી અને બોટલમાં ભરો. આ તેલને વાળના મૂળથી છેડા સુધી લગાવી 2-3 કલાક સુધી રહેવા દો પછી વાળને ધોઈ લેવા.

નાળિયેરનું તેલ અને આમળા

આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયરન અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે. તમે આમળા પાવડરનો ઉપયોગ વાળ કાળા કરવા માટે કરી શકો છો. તેના માટે નારિયેળના તેલમાં આમળા પાઉડર મિક્સ કરવો અને પછી આ પેસ્ટને તમારા વાળમાં લગાવો. 1 કલાક રાખ્યા પછી વાળ ધોઈ લેવા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news