સાવધાન થઈ જજો, ATMમાંથી પૈસા ઉપાડવા કોઈ મદદ કરવાની ઓફર કરે તો ના લેતા, એકાઉન્ટ થઈ જશે ખાલી

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ ના કચીગામ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ એટીએમ મશીનમાં જઈ અને પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા ગયા હતા.

સાવધાન થઈ જજો, ATMમાંથી પૈસા ઉપાડવા કોઈ મદદ કરવાની ઓફર કરે તો ના લેતા, એકાઉન્ટ થઈ જશે ખાલી

નિલેશ જોશી/દમણ: બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા કોઈ મદદ કરવાની ઓફર કરે તો સાવધાન થઈ જજો. કારણ કે મદદના બહાને ક્યાંક કોઈ ગઠીયા આપના બેન્ક એકાઉન્ટનું તળિયું સાફ ન કરી દે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો દમણ માં બન્યો હતો. જેમાં દમણના એક વ્યક્તિને એટીએમ મશીનમાં મદદના બહાને બે ગઠિયાઓ એ ફ્રોડ કરી તેમના એટીએમ કાર્ડ બદલી બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા ઉપાડી મોજ મસ્તીમાં ઉડાવી દીધા છે. જોકે આ બંને ભેજાબાજો અંતે દમણ પોલીસના હાથે લાગતા ભેજાબાજ ઠગો એ આચરેલ ગુનાઓ ના એક પછી એક ભેદ ઉકેલાઇ રહ્યા છે.

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ ના કચીગામ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ એટીએમ મશીનમાં જઈ અને પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા ગયા હતા. એ જ સમયે બે વ્યક્તિઓ એટીએમ માં પ્રવેશી ફરિયાદી ને એટીએમ મશીન માંથી પૈસા કાઢવા માં મદદ કરવાની ઓફર કરી હતી.ત્યાર બાદ મદદ કરવા ના બહાને આ ફરિયાદીનું એટીએમ કાર્ડ ચતુરાઈથી બદલી કરી લીધું હતું. ભેજાબાજો એ યુક્તિપૂર્વક ફરિયાદી ના કાર્ડ નો પિન પણ જાણી લીધો હતો। ... ત્યારબાદ બીજા દિવસે ફરિયાદીના ખાતામાં થી મોટી રકમ ઉપાડી અને વાપી ની દુકાનમાંથી સામાન પણ ખરીદી લીધો હતો. 

આમ દમણ ના ફરિયાદી ને ભેજાબાજો ની જાળ માં ફસાવાનું ભારે પડ્યું હતું. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં જ ફરિયાદી એ દમણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરતા દમણ પોલીસ હરકતમાં આવી અને તપાસ સરું કરી હતી કરી હતી. દમણ પોલીસની મહેનત રંગ લાવી છે અને દમણ પોલીસે આ મામલે ₹2 ની ધરપકડ કરી લીધી છે.

ફરિયાદ દાખલ થતા દમણ પોલીસે આ ભેજાબાજ ગઠિયાઓ ને ઝડપવા દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાના એ ટી એમ મસીનો પર બાજ નજર રાખવાનો શરૂ કર્યું હતું. ગઠિયાઓ મોટે ભાગે જે એટીએમ મશીન પર ગાર્ડની વ્યવસ્થા ન હોય તેવા મશીનો પરજ અડ્ડો જમાવી અને શિકારની શોધમાં રહેતા હતા. આમ પોલીસની ટીમો વોચમાં હતી એ દરમિયાન જ ફરી એક વખત દમણના કચિગામ વિસ્તારમાં આવેલા ગાર્ડ વિનાના એક એટીએમમાં આ બંને ભેજાબાજ દેખાતા પોલીસે બંનેને દબોચી લીધા હતા. ત્યારબાદ આગવી ઢબે પૂછપરછ માં બંને આરોપીઓએ પોપટની જેમ પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો. 

આરોપીઓની ઓળખ કરીએ તો અયોધ્યા નારાયણ સિંગ અને ચંદન કુમાર. બંને આરોપીઓ મિત્રો છે અને મૂળ બિહારના છે. આ બંને આરોપી વાપીના એક શોરૂમમાં ચોરી કરેલા એટીએમ કાર્ડથી મોજમસ્તી માટે ખરીદી કરતા હતા તે વખતના સીસીટીવી દમણ પોલીસને હાથ લાગ્યા છે અને આ દ્રશ્યમાં પણ સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે આ બંને ચોરબેલડી બીજાના પૈસે લીલા લેર કરી રહ્યા છે. પોલીસે અત્યારે આરોપીઓ પાસેથી 106થી વધુ એટીએમ કાર્ડ અને ત્રણ મોબાઈલ સહીત નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ અગાઉ પણ દમણ દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં એટીએમ ફ્રોડની અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ચોપડે નોંધાઈ ચૂકી નોંધાઈ ચૂકી છે. આથી મોટાભાગના કિસ્સાઓમાં ગઠિયાઓ સિક્યુરિટી ગાર્ડ વિનાના એટીએમ મશીન પર અડ્ડો જમાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના ખુલાસા થઈ રહ્યા છે. આથી આપ પણ જો એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જાઓ અને કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મદદની માંગ કરો અથવા કોઈ અજાણ્ય વ્યક્તિ પૈસા ઉપાડવામાં મદદ કરવાની ઓફર કરે તો સાવધાન થઈ જજો.

ક્યાંક અજાન્યા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકવો આપને મોંઘો સાબિત થઈ શકે છે. જોકે અત્યારે તો દમણ પોલીસના હાથે ઝડપાયેલા આ બંને ગઠીયાઓ પાસેથી 106 થી વધુ એટીએમ કાર્ડ મળી આવ્યા છે. ત્યારે આ ગેંગ નો માસ્ટર માઇન્ડ રોશન સિંગ ફરાર છે. અને દમણ પોલીસે હવે આ ગાંઠિયાઓ એ અગાઉ કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે.? તે જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news