તમારા ઘરના બાળકો છે બાર્બી ડોલ પર ફિદા? તો જાણી લો એની સાચી ઉંમર

બાર્બી ડોલ બાળકીઓમાં બહુ ફેવરિટ છે. તેમની આ ફેવરિટ ડોલ આ વર્ષે 60 વર્ષની થશે પણ આમ છતાં એની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી થયો. બાર્બીના લુકમાં સમયાંતરે બદલાવ થતો રહે છે. રમકડાંના માર્કેટમાં ભારે સ્પર્ધા વચ્ચે પેણ 150 કરતા વધારે દેશોમાં દર વર્ષે 5.80 કરોડ બાર્બી ડોલનું વેચાણ થાય છે.
તમારા ઘરના બાળકો છે બાર્બી ડોલ પર ફિદા? તો જાણી લો એની સાચી ઉંમર

મુંબઈ : બાર્બી ડોલ બાળકીઓમાં બહુ ફેવરિટ છે. તેમની આ ફેવરિટ ડોલ આ વર્ષે 60 વર્ષની થશે પણ આમ છતાં એની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી થયો. બાર્બીના લુકમાં સમયાંતરે બદલાવ થતો રહે છે. રમકડાંના માર્કેટમાં ભારે સ્પર્ધા વચ્ચે પેણ 150 કરતા વધારે દેશોમાં દર વર્ષે 5.80 કરોડ બાર્બી ડોલનું વેચાણ થાય છે.

બાર્બીના બ્રાન્ડિંગ સાથે જોડાયેલા નથાન બનયાર્ડ કહે છે કે સામાન્ય રીતે કોઈપણ ઉદ્યોગની મહત્તમ સફળતા ત્રણથી પાંચ વર્ષ હોયછે ત્યારે 60 વર્ષની સફળતા મોટી સિદ્ધિ ગણાય છે. રમકડાં ઉદ્યોગમાં ભારે સ્પર્ધા હોવા છતાં વિશ્વમાં બાર્બીની લોકપ્રિયતા કોકાકોલા અથવા તો મેકડોનાલ્ડ જેટલી છે. 

9 માર્ચ, 1959માં ન્યૂયોર્કમાં યોજાયેલા રમકડાં મેળામાં લોન્ચિંગ થયા પછી અત્યાર સુધી 1 અબજ કરતા વધારે બાર્બી ડોલનું વેચાણ થઈ ગયું છે. મટેલના સહ સંસ્થાપક રૂથ હેન્ડલરે બાર્બીની શોધ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news