રણવીરની આગામી 'ગલી બોય'નો લેટેસ્ટ VIDEO છે જબરદસ્ત, ચાહકો થઈ જશે ફુલીને ફાળકો

આ ફિલ્મનું ટ્રેલર 9 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે

રણવીરની આગામી 'ગલી બોય'નો લેટેસ્ટ VIDEO છે જબરદસ્ત, ચાહકો થઈ જશે ફુલીને ફાળકો

નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની 'સિમ્બા' હાલમાં બોક્સઓફિસ પર છવાઈ ગયેલી છે. હાલમાં તેની આગામી ફિલ્મ 'ગલી બોય'નો એક વીડિયો રિલીઝ કરાયો છે જેમાં માત્ર 1.20 મિનિટનો રૈપ છે 'અસલી હિપ હોપ'. આ વીડિયો દ્વારા કહેવામાં આવ્યું છે કે એનું ટ્રેલર 9 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ વીડિયો જોઈને લાગે છે કે રણવીરનો રોલ બહુ દમદાર હશે અને એને જોઈએ એના ચાહકો ખુશખુશાલ થઈ ગયા છે. 

ટીઝરમાં રણવીરે સ્પિટફાયરના લિરિક્સને પોતાનો સ્વર આપ્યો છે. બીટ બોક્સિંગ ડી-સાયફર અને બિગ રોએ કરી છે. સાથે જ રણવીરની પોપ દુનિયાની ઝલક પણ દર્શાવવામાં આવી છે. તેની સ્ટોરી મુંબઇની સડકો પરના રૈપર્સના જીવન પર આધારિત છે. ફિલ્મમાં રણવીર રૈપરની ભૂમિકામાં જોવા મળશે. રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેનું પોસ્ટર શેર કર્યુ છે. આ ફિલ્મ માટે રણવીરે ફક્ત વજન જ નથી ઘટાડ્યું પરંતુ તેણે પોતાની દાઢી પણ ટ્રીમ કરાવી છે. 

રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’ ન્યુ યરની શરૂઆત સાથે સાથે સોશિઅલ મીડિયા પર છવાઇ ગઈ છે. પ્રથમ દિવસ એટલે કે એક જાન્યુઆરી એક બાજુ જ્યાં ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે ફિલ્મના બે પોસ્ટર શેર કરવામાં આવ્યા છે. એક પોસ્ટરમાં રણવીર એકલા જોવા મળી રહ્યા છે તો બીજા પોસ્ટરમાં તેમની સાથે આલિયા ભટ્ટ જોવા મળી રહી છે. 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહેલ આ ફિલ્મને ઝોયા અખ્તરના ડિરેક્શનમાં બની રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news