Eating Rules: ભોજન પહેલા હાથમાં પાણી લઈ થાળીને ફરતે છાંટવામાં પાછળ છે મોટું કારણ, ખાસ જાણો 

Sprinkle Water Around Food Plate: આજકાલ જો કે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન કરતા નથી પરંતુ અનેક લોકો હજુ પણ આ બધી બાબતોને ખુબ મહત્વ આપે છે. આપણે આપણા વડીલો અને પંડિતજીને ભોજન કરતા પહેલા થાળીની ચારેબાજુ પાણી છાંટતા જોયા હશે. અનેક લોકોને આ જોઈને નવાઈ પણ લાગે છે. તેઓ આવું કરવા પાછળનું જો કે કારણ ઘણા લોકોને ખબર હોતી નથી.

Eating Rules: ભોજન પહેલા હાથમાં પાણી લઈ થાળીને ફરતે છાંટવામાં પાછળ છે મોટું કારણ, ખાસ જાણો 

Sprinkle Water Around Food Plate: આજકાલ જો કે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન કરતા નથી પરંતુ અનેક લોકો હજુ પણ આ બધી બાબતોને ખુબ મહત્વ આપે છે. આપણે આપણા વડીલો અને પંડિતજીને ભોજન કરતા પહેલા થાળીની ચારેબાજુ પાણી છાંટતા જોયા હશે. અનેક લોકોને આ જોઈને નવાઈ પણ લાગે છે. તેઓ આવું કરવા પાછળનું જો કે કારણ ઘણા લોકોને ખબર હોતી નથી. હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં ભોજન કરવા અંગે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમ ધર્મ અને આસ્થા સાથે તો જોડે જ છે. પરંતુ આ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. આજે અમે તમને ભોજનની થાળીની ચારેબાજુ પાણી છાંટવાના કારણે વિશે જણાવીશું. 

આભાર પ્રગટ કરવો
હિન્દુ ધર્મમાં ભોજનની થાળીની ચારેબાજુ પાણીના છંટકાવ કરવા પાછળનું કારણ ભગવાન પ્રત્યે આસ્થા દર્શાવે છે. લોકો આમ કરીને ભોજન આપવા બદલ ભગવાનનો આભાર પ્રગટ કરે છે. બીજી બાજુ જ્યારે થાળીની ચારેબાજુ પાણી છાંટવામાં આવે છે ત્યારે આમ કરવાથી નેગેટિવ એનર્જી પાસે આવતી નથી. બીજી બાજુ થાળીની ચારે બાજુ પાણી છાંટવામાં આવે છે ત્યારે તે માતા અન્નપૂર્ણા પ્રત્યે શ્રદ્ધા પણ દર્શાવે છે. 

ગંદકી
ભોજનની થાળીની ચારે બાજુ પાણી છાંટવા પાછળ ધાર્મિક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક અર્થ પણ છે. પાણી છાંટવાથી થાળીની આજુબાજુ કીડા મકોડા આવતા નથી. આમ કરવાથી ભોજનની શુદ્ધતા જળવાઈ રહે છે અને થાળી પર ગંદકી, ધૂળ માટી પણ આવતી નથી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news