નારિયેળ પાણી તમારા વાળને બનાવી દેશે રેશમી અને ચમકદાર, સીરમ પણ લાગશે નકામી

Coconut Water Serum For Hair: આજ સુધી નારિયેળના તેલનો ઉપયોગ તમે પણ કર્યો હશે પરંતુ તમે નહીં જાણતા હોય કે નારિયેળ પાણી તમારા વાળ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. નારિયેળના પાણીનો ઉપયોગ વાળ પર કરશો તો સીરમ પણ લગાવવું નહીં પડે અને વાળમાં આવશે મીરર શાઈન.

નારિયેળ પાણી તમારા વાળને બનાવી દેશે રેશમી અને ચમકદાર, સીરમ પણ લાગશે નકામી

Coconut Water Serum For Hair: નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. નારિયેળ પાણી વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ સહિતના પોષકતત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી વાળની સુંદરતા પણ વધારી શકાય છે? આજ સુધી નારિયેળના તેલનો ઉપયોગ તમે પણ કર્યો હશે પરંતુ તમે નહીં જાણતા હોય કે નારિયેળ પાણી તમારા વાળ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. આજે તમને નારિયેળ પાણીથી વાળને થતા ફાયદા વિશે જણાવીએ અને તેનો ઉપયોગ કરીને વાળમાં સ્પ્રે કેવી રીતે બનાવવો તે પણ જણાવીએ. આ સ્પ્રેનો ઉપયોગ વાળ પર કરશો તો ડ્રાય થયેલા વાળ શાઈની અને સોફ્ટ થશે.

કેવી રીતે બનાવવો હેર સ્પ્રે 
1/4 કપ નારિયેળ પાણી 
2 ચમચી એલોવેરા જ્યુસ 
2 ચમચી જોજોબા ઓઈલ 

હેર સ્પ્રે બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં નારિયેળ પાણી, એલોવેરા જ્યુસ અને જોજોબા ઓઈલ ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તૈયાર મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને સ્ટોર કરો. આ હેર સ્પ્રેને તમારા ડ્રાય અને ડલ વાળ પર લગાવવાથી વાળની ડ્રાયનેસની ​​સમસ્યા દૂર થાય છે. ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે આ મિશ્રણ બનાવ્યા પછી ત્રણથી ચાર દિવસમાં તેનો ઉપયોગ કરી લેવો અને પછી ફરી તાજું મિશ્રણ તૈયાર કરવું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news