જો તમે પહેલીવાર Gym જઈ રહ્યા છો તો કરાવો આ મેડિકલ ટેસ્ટ, હાર્ટએટેકનો ખતરો ટાળી શકશો

જીમમાં પણ લોકો ઝડપથી વજન ઉતારવા માટે ઘણી વખત આકરી ટ્રેનિંગ કરતા હોય છે, જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કાર્ડિયાક સર્જન કહે છે કે જીમમાં જતા પહેલા કેટલાક મહત્વના ટેસ્ટ કરાવી લો.
 

જો તમે પહેલીવાર Gym જઈ રહ્યા છો તો કરાવો આ મેડિકલ ટેસ્ટ, હાર્ટએટેકનો ખતરો ટાળી શકશો

નવી દિલ્હીઃ કોરોના વાયરસ રોગચાળાને કારણે હૃદયના કેસોમાં ઝડપથી વધારો થયો છે. તેની જદમાં ખાસ કરીને યુવાનો વધુ આવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે જીમમાં જતા લોકો વધારે ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી, તમે આવા ઘણા સમાચારો પણ વાંચ્યા હશે કે ફિટનેસનું ધ્યાન રાખતા સેલેબ્સનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે.

વર્કઆઉટ દરમિયાન અચાનક મૃત્યુએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. આજકાલ લોકો પોતાનું વજન ઘટાડવા માટે જીમમાં જોડાઈ રહ્યા છે. જીમમાં પણ લોકો ઝડપથી વજન ઉતારવા માટે ઘણી વખત આકરી ટ્રેનિંગ કરતા હોય છે, જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.  કાર્ડિયાક સર્જન કહે છે કે જો તમે પહેલીવાર વર્કઆઉટ કરવા માટે જિમમાં જોડાઈ રહ્યાં છો, તો તમારે  મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે.

શરીરની ક્ષમતા જાણવી જોઈએ
ડોક્ટર કહે છે કે જીમમાં જતા પહેલા તમારે તમારા શરીરની ક્ષમતા વિશે જાણવું જોઈએ. તમે સહન કરી શકો તેટલી કસરત કરવી જોઈએ. જો તમે પહેલીવાર જિમમાં જોડાવા જઈ રહ્યા છો, તો તમારે મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ.

કયા પરીક્ષણો કરવા જોઈએ
સૌથી પહેલા તમારે બ્લડ ટેસ્ટથી શરૂઆત કરવી જોઈએ. આમાં તમારે CBC ટેસ્ટ કરાવવો જોઈએ. તેમનું કહેવું છે કે હિમોગ્લોબિન ટેસ્ટ પણ જરૂરી છે કારણ કે લોહીની અછતને કારણે તમારા શ્વાસ ફૂલી શકે છે. આ પછી તમારે લિવર ફંક્શન ટેસ્ટ (LFT), કિડની ફંક્શન ટેસ્ટ (KFT), લિપિડ પ્રોફાઇલ, થાઇરોઇડ પ્રોફાઇલ પણ કરાવવી જોઈએ. જીમમાં જોડાનારા લોકોએ ફેફસાં માટે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, બીપી અને સુગર ટેસ્ટ કરાવવો જોઈએ.

તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણો કરાવવાથી, તમારા શરીરમાં આવતી કોઈપણ સમસ્યાને શોધી શકાય છે. તે એમ પણ કહે છે કે જો તમને કોઈ પણ પ્રકારની મેડિકલ કન્ડિશન હોય તો તેના વિશે તમારા જિમ ટ્રેનરને ચોક્કસ જણાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news