Cleaning Hacks: પીવાના પાણીનું માટલું કેટલા દિવસ સાફ કરવું? માટલાની સફાઈનું નહીં રાખો ધ્યાન તો પડશો બીમાર

Cleaning Hacks: મોટાભાગના ઘરોમાં પીવાનું પાણી માટીના માટલામાં જ ભરવામાં આવે છે. ઉનાળામાં ફ્રીજના બદલે માટીના માટલામાં ભરેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. જો માટલાની સફાઈ યોગ્ય રીતે ન થાય તો આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે.

Cleaning Hacks: પીવાના પાણીનું માટલું કેટલા દિવસ સાફ કરવું? માટલાની સફાઈનું નહીં રાખો ધ્યાન તો પડશો બીમાર

Cleaning Hacks: ઉનાળાના દિવસોમાં માટીના માટલાનો ઉપયોગ વધી જાય છે. માટીના માટલામાં ભરેલું પાણી કુદરતી રીતે ઠંડુ થાય છે અને તે શરીર માટે ગુણકારી પણ છે. ફ્રીજનું પાણી પીવાને બદલે માટલામાં ઠંડુ થયેલું પાણી પીવાથી ફાયદા પણ થાય છે અને તેનો નેચરલ સ્વાદ પણ વધી જાય છે. મોટાભાગના ઘરોમાં પીવાનું પાણી માટીના માટલામાં જ ભરવામાં આવે છે. ઉનાળામાં ફ્રીજના બદલે માટીના માટલામાં ભરેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. 

પરંતુ આ ફાયદા મેળવવા માટે જરૂરી છે કે તમે માટલાની નિયમિત સફાઈ કરો. જો માટલાની સફાઈ યોગ્ય રીતે ન થાય તો આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે. કારણ એવું છે કે માટલું માટીનું બનેલું હોય છે. જો તેની સફાઈ નિયમિત રીતે કરવામાં ન આવે તો માટલામાં શેવાળ જમવા લાગે છે. જે પાણીમાં પણ ભળી જાય છે અને શરીરમાં જઈને શરીરને નુકસાન કરે છે. 

જ્યારે તમે નવું માટલું ખરીદો તો સૌથી પહેલી વખત તેને સાફ કરવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે માટલું ખરીદ્યું હોય અને પહેલી વખત જ સાફ કરી રહ્યા હોય તો માટલાને પાણીથી આખું ભરી તેમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરી દેવા. તેને આખી રાત પાણીમાં જ રહેવા દો અને બીજા દિવસે તેમાં ભરેલું પાણી કાઢીને બ્રશથી સાફ કરી તડકામાં સૂકવો. 

રોજ સફાઈ જરૂરી 

ઘણા લોકોને આદત હોય છે કે તે પાણીનું માટલું ઘણા બધા દિવસો સુધી સાફ કરતા નથી. આવું કરવું હાનિકારક સાબિત થઈ શકે છે. માટીનું પાણી સુરક્ષિત અને સ્વચ્છ રાખવું હોય તો રોજ તેની સફાઈ કરવી જોઈએ. આદર્શ સ્થિતિ તો એ છે કે સવારે માટલામાં ચોખ્ખું પાણી ભરો અને બીજા દિવસે સવારે માટલું સાફ કરી ફરીથી ચોખ્ખું પાણી ભરવું. આ સિવાય તમે માટલાને હુંફાળા પાણીથી સાફ કરી થોડીવાર તડકામાં સૂકવી પણ શકો છો ત્યાર પછી તેમાં નવું પાણી સ્ટોર કરો. 

અઠવાડિયામાં એક વખત ડીપ ક્લિનિંગ 

રોજ તમે માટલાનું પાણી ફક્ત બદલી નાખો અને તેને ઉપરથી સાફ કરો તે ચાલે પરંતુ અઠવાડિયામાં એક વખત માટલાનું ડીપ ક્લિનિંગ કરવું પણ જરૂરી છે. તેના માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. અઠવાડિયામાં એક વખત માટલાને સારી રીતે સાફ કરવું હોય ત્યારે માટલાને ખાલી કરી તેમાં બેકિંગ સોડા અને પાણીનું મિશ્રણ લગાવો. થોડીવાર માટે માટલાને એમ જ રહેવા દો અને પછી હળવા હાથે બ્રશથી ઘસીને માટલું સાફ કરો. ત્યાર પછી માટલાને તડકામાં સારી રીતે સુકાવા દો અને પછી નવું પાણી સ્ટોર કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news