કાબુલી ચણાની ખાસ વાનગી, પચવામાં રહેશે સરળ અને પેટ ભરાશે સરસ

સામાન્ય રીતે છોલે કુલછે અને છોલે ભટુરે લોકોની પહેલી પસંદ હોય છે પણ શું તમે છોલેથી બનતી આ વાનગી ક્યારેય ખાધી છે ખરી? જો ના ખાધી હોય તો આ હેલ્ધી વાનગી ખાસ ખાજો. તમારુ પેટ પણ ભરાશે અને પચવામાં પણ સરળ રહેશે. કારણ કે આ વાનગી શરીર માટે ખાસ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તો લખી લો આ ખાસ રેસિપી.

કાબુલી ચણાની ખાસ વાનગી, પચવામાં રહેશે સરળ અને પેટ ભરાશે સરસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે છોલે કુલછે અને છોલે ભટુરે લોકોની પહેલી પસંદ હોય છે પણ શું તમે છોલેથી બનતી આ વાનગી ક્યારેય ખાધી છે ખરી? જો ના ખાધી હોય તો આ હેલ્ધી વાનગી ખાસ ખાજો. તમારુ પેટ પણ ભરાશે અને પચવામાં પણ સરળ રહેશે. કારણ કે આ વાનગી શરીર માટે ખાસ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તો લખી લો આ ખાસ રેસિપી.

કાબુલી ચણા ચાટ બનાવવાની સામગ્રી-
1 કપ આખી રાત પલાળેલા કાબુલી ચણા
2 નાની સૂકી ડુંગળી
2 ટામેટાં
1 ચમચી ચાટ મસાલો
1 ચપટી બેકિંગ સોડા
1/2 શીમલા મરચું
1/4 નાની ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી આંબલીનું પાણી
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી કોથમીર
થોડું બ્લેકપેપર
મીઠું સ્વાદઅનુસાર

કાબુલી ચણા ચાટ બનાવવાની પદ્ધતિ-
સૌથી પહેલાં કાબુલી ચણાને આખી રાત પલાળ્યા બાદ કૂકરમાં બાફવા માટે મૂકી દો તે પહેલાં તેમાં બેકિંગ સોડા, અને મીઠુ નાખી દેજો. 4થી 6 સીટી વાગતા જ ગેસ બંધ કરી દેવો. પ્રેશર કૂકરમાંથી કાબુલી ચણા કાઢી અલગ વાસણમાં ઠંડા થવા મૂકી દો. તેમાં રહેલુ ગરમ પાણી અલગ વાસણમાં કાઢી લો. બાદમાં કાબુલી ચણામાં ટામેટા, ડુંગળી. શીમલા મરચા, ચાટ મસાલો, લાલ મરચુ પાવડર, બ્લેક પેર અને મીઠુ નાખી શકો. તેમાં ખટાશ અને મીઠાશ માટે આંબલીનું પાણી પણ મીક્સ કરી શકો છે. હવે તૈયાર થઈ ગઈ તમારી કાબુલી ચણા ચાટ. તેમાં ગાર્નિશિંગ માટે કોથમીર પણ નાખી શકો છો.

નોંધ - આ ચાટમાં કોઈપણ પ્રકારનું તેલ વાપરવાનું નથી બાફેલા ચણા અને કાચા વેજીટેબલ જ તેનો ટેસ્ટ વધારશે. સાથે જ પચવામાં પણ સરળ અને ડાયેટિંગ માટે બેસ્ટ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news