કોઈન કહેતા પણ આવે છે શરમ! આ પ્રાઈવેટ પ્રોબ્લમનો આવી ગયો ઇલાજ, 'મેજિક વેન્ડ'થી મળશે છૂટકારો

ઇરેક્ટાઇલ ડિસફંક્શન (Erectile Dysfunction) ઉપરાંત શોકવેવ થેરાપી દ્વારા જૂના પેલ્વિક પેઇન, જૂના પ્રોસ્ટેટાઇટિસ અને પેનાઇલ પેઇનની પણ સારવાર કરી શકાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, આ ટેકનિક તાજેતરના વર્ષોમાં દર્દીઓ માટે અત્યંત અસરકારક સાબિત થઈ છે.

કોઈન કહેતા પણ આવે છે શરમ! આ પ્રાઈવેટ પ્રોબ્લમનો આવી ગયો ઇલાજ, 'મેજિક વેન્ડ'થી મળશે છૂટકારો

નવી દિલ્હીઃ ઇરેક્ટાઇલ ડિસફંક્શન (Erectile Dysfunction) ને સામાન્ય બોલચાલની ભાષામાં નપુંસકતા પણ કહેવામાં આવે છે. આ શબ્દ એવા પુરૂષો માટે વપરાતો શબ્દ છે કે જેમને શારીરિક સંબંધ દરમિયાન ઇરેક્શન થતું નથી અથવાત તો જો થયા છે તો તે ઇરેક્શન જાળવવામાં અસમર્થ હોય છે. સામાન્ય રીતે આ સમસ્યા 40 વર્ષથી વધુ ઉંમરના પુરૂષોમાં વધુ જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ પણ ઉંમરના પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા જોવા મળી રહી છે. આ સમસ્યાના નિદાન માટે બ્રિટિશ ડોકટરો દ્વારા શોધાયેલી નવી પદ્ધતિ ખૂબ જ અસરકારક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

'મેજિક વેન્ડ' વડે શોકવેવ્સ થેરાપી
બ્રિટનના મેલ હેલ્થ ક્લિનિક કિંગ્સ્ટનએ ઈરેક્ટાઈલ ડિસફંક્શનને દૂર કરવા માટે 'મેજિક વેન્ડ' વિકસાવી હોવાનો દાવો કર્યો છે. ક્લિનિકના ડોક્ટરો દાવો કરે છે કે આ પ્રકારના 'મેજિક વેન્ડ' ઈરેક્ટાઈલ ડિસફંક્શન સામેની લડાઈમાં સેંકડો બ્રિટિશ પુરુષોને મદદ કરી રહી છે. 'મેજિક વેન્ડ' શોકવેવ્સ થેરાપી દ્વારા ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર કરે છે. કિંગ્સટન ક્લિનિકના ડોક્ટર પીટર હોલીના જણાવ્યા અનુસાર મેજિક વેન્ડ દ્વારા બ્લડ સર્ક્યુલેશન ઠીક કરવામાં આવે છે. આ પછી ટિશ્યુ રિપેર થાય છે, જે નપુંસકતા દૂર કરે છે. તેની વિશેષતા એ છે કે શોકવેવ થેરાપી માત્ર 15 મિનિટમાં એનેસ્થીસિયા વગર આપી શકાય છે.

આ સમસ્યાઓમાંથી પણ રાહત
ડો. પીટર હોલીએ કહ્યું, તાજેતરના વર્ષોમાં આ ટેકનિક દર્દીઓ માટે અત્યંત અસરકારક સાબિત થઈ છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ઈરેક્ટાઈલ ડિસફંક્શન સિવાય શોકવેવ થેરાપી જૂના પેલ્વિક પેઈન, જૂના પ્રોસ્ટેટાઈટીસ અને પેનાઈલ પેઈનનો ઈલાજ પણ કરી શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શોકવેવ થેરાપી સારવારની એક કુદરતી પ્રક્રિયા છે, જેમાં એકોસ્ટિક તરંગો (Acoustic Waves) નો ઉપયોગ કરવામાં આવે છે. કેન્સરની સારવારની આડઅસરથી પીડિત પુરુષોને પણ તેનો લાભ મળી રહ્યો છે.

આ સમસ્યાનું કારણ?
ઇરેક્ટાઇલ ડિસફંક્શન અથવા નપુંસકતા એ એક સામાન્ય સમસ્યા છે, જેની પાછળ જીવનશૈલીના ઘણા પરિબળો સંકળાયેલા છે. જેમ કે, વધુ પડતો કામનો તણાવ, થાક, બેચેની, કોઈ બાબતની ચિંતા, વધુ પડતો દારૂ પીવો, પરફોર્મન્સ પ્રેશર વગેરે. આવા કિસ્સાઓમાં, થોડા સમય માટે નપુંસકતા આવે છે અને જેમ તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરો છો, તો આ સમસ્યા પણ ઠીક થઈ જાય છે. તેને ટૂંકા ગાળાની નપુંસકતા પણ કહેવામાં આવે છે, જેમાં ડોક્ટરની સારવાર કરતાં તમારી જીવનશૈલીમાં વધુ ફેરફારોની જરૂર પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news