Research: આ 5 ક્વોલિટીના પુરૂષો સરળતાથી જીતી લે છે મહિલાઓનું દિલ

મહિલાઓ અને પુરૂષો આખરે એકબીજા તરફ કેમ આકર્ષિત થયા છે. આ વાતને હજુ સુધી વૈજ્ઞાનિક પણ સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. જો કે, રિસર્ચ, અભ્યાસ અને ઘણા પ્રયોગ બાદ એક હદ સુધી સમજવામાં મદદ મળી છે

Research: આ 5 ક્વોલિટીના પુરૂષો સરળતાથી જીતી લે છે મહિલાઓનું દિલ

નવી દિલ્હી: મહિલાઓ અને પુરૂષો આખરે એકબીજા તરફ કેમ આકર્ષિત થયા છે. આ વાતને હજુ સુધી વૈજ્ઞાનિક પણ સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. જો કે, રિસર્ચ, અભ્યાસ અને ઘણા પ્રયોગ બાદ એક હદ સુધી સમજવામાં મદદ મળી છે. આ તમામ અભ્યાસ અને રિસર્ચ જણાવે છે કે, આખરે પુરૂષની કઈ વાત મહિલાઓને આકર્ષિત કરે છે.

ફ્લર્ટ કરતા પુરૂષ
એક સ્ટડીમાં મોટાભાગે મહિલાઓ તેમની પ્રશંસા કરતા પુરૂષ પ્રત્યે દિલચસ્પી દર્શાવી છે. ત્યારે પોતાની પ્રશંસા સાંભળીને મહિલાઓના ફેશ પર સ્માઈલ આવી જાય છે, શરમાય છે અને તે પુરૂષની વાતો પર પણ વધારે ધ્યાન આપે છે. મોટાભાગે મહિલાઓને પુરૂષનું ફ્લર્ટ કરવું વધારે ગમે છે.

પોતાની સાથે મેળ ખાતો પુરૂષ
મહિલાઓ અથવા પુરૂષ તેમના પ્રતિ જલ્દી આકર્ષિત થાય છે જે તેમના વ્યક્તિત્વ સાથે મેળ ખાય છે. એક ઓનલાઇન ડેટિંગ સાઈટ પરથી 60 પુરૂષો અને 60 મહિલાઓ પર સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડીમાં સામેલ લોકોએ તે પુરૂષો અને મહિલાઓ પ્રતિ દિલચસ્પી દર્શાવી છે જે તેમની જેમ દેખાવવામાં આકર્ષિત હતા. તેમના કરતા વધારે સારા દેખાવા પર લોકોને આ વાતનો ડર રહે છે કે, પાર્ટનરનું અન્ય જગ્યાએ અફેર હોઈ શકે છે, જ્યારે ઓછા આકર્ષિત દેખાવા પર વિચાર આવવા લાગે છે કે, મને તેના કરતા વધારે સારો પાર્ટનર મળી શકતો હતો.

ઉંમરમાં મોટો પુરૂષ તરફ
એક સ્ટડીમાં જાણવા મળ્યું કે, મહિલાઓ ઘણી વખત તેમના કરતા મોટા ઉંમરના પુરૂષો તરફ જલ્દી આકર્ષિત થયા છે. આ વાત ખાસ કરીને નોકરી કરતી મહિલાઓ પર વધુ લાગુ પડે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, આર્થિક રીતથી સ્વતંત્ર મહિલાઓ આત્મવિશ્વાસની સાથે પાર્ટનરની પસંદગી કરી છે અને પ્રભાવશાળી અને ઉંમરમાં મોટા પુરૂષોને વધારે પસંદ કરે છે.

થોડી વધેલી દાઢીવાળા પુરૂષ
177 પુરૂષો અને 351 મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં મોટાભાગની મહિલાઓ દાઢીની લંબાઈ અનુસાર પુરૂષોમાં દિલચસ્પી દર્શાવી. મહિલાઓ તે પુરૂષો પ્રતિ વધારે આકર્ષિત થાય છે જેમની દાઢી થોડી વધેલી છે. થોડી દાઢીમાં પુરૂષ પરિપક્વ દેખાય છે, જે મહિલાઓને વધારે પસંદ આવે છે.

સામાન્ય બોડીવાળા પુરૂષ
289 મહિલાઓ પર કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું કે, સામાન્ય બોડી રાખતા પુરૂષો વધારે પસંદ આવે છે. આ મહિલાઓને કેટલાક શર્ટલેસ પુરૂષોની તસવીરો દેખાળવામાં આવી. આ મહિલાઓએ વધારે મસલ્સવાળા પુરૂષોને શોર્ટ ટર્મ પાર્ટનર જ્યારે ઓછા અને સામાન્ય મસલ્સવાળા પુરૂષોને લોન્ગ ટર્મ પાર્ટનરના રૂપમાં પસંદ કર્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news