Food Good For Sleep: આ વસ્તુઓ ખાવાથી રાત્રે આવે છે ગાઢ ઊંઘ, સ્ટ્રોકનું જોખમ પણ થશે દુર

Food Good For Sleep: એવી કેટલીક વસ્તુઓ છે જેનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે અને શરીર વધારે ઉર્જાવાન બને છે. તો જો તમે ઊંઘ સંબંધિત સમસ્યાને દૂર કરવા માંગો છો અને રાત્રે ગાઢ ઊંઘ કરવા માંગો છો તો દિવસ દરમિયાન આ વસ્તુઓ ખાવાનું રાખો.

Food Good For Sleep: આ વસ્તુઓ ખાવાથી રાત્રે આવે છે ગાઢ ઊંઘ, સ્ટ્રોકનું જોખમ પણ થશે દુર

Food Good For Sleep: સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે તમે નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ કરો. નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ કરનાર વ્યક્તિ જ માનસિક અને શારીરિક રીતે ફિટ રહી શકે છે. આપણે જે પણ વસ્તુ દિવસ દરમિયાન ખાતા હોય છે તેની અસર ઊંઘ પર પણ પડે છે. તેવામાં જો તમારી ફરિયાદ હોય કે તમને રાત્રે ઊંઘ બરાબર આવતી નથી તો તમે દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. 

એવી કેટલીક વસ્તુઓ છે જેનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે અને શરીર વધારે ઉર્જાવાન બને છે. તો જો તમે ઊંઘ સંબંધિત સમસ્યાને દૂર કરવા માંગો છો અને રાત્રે ગાઢ ઊંઘ કરવા માંગો છો તો દિવસ દરમિયાન આ વસ્તુઓ ખાવાનું રાખો તેનાથી રાત્રે તમારી ઊંઘમાં ખલેલ નહીં પહોંચે અને ગાઢ ઊંઘ આવશે.

કેળા

કેળામાં ટ્રિપ્ટોફૈન નામનું એમિનો એસિડ હોય છે જે સેરેટોનિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. આ એવું તત્વ છે જે મૂડ અને ઊંઘને પ્રભાવિત કરે છે.

દલિયા

દલિયામાં પણ ટ્રિપ્ટોફૈન અને મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમ એવું ખનીજ જે છે સ્નાયુને આરામ આપવામાં મદદ કરે છે અને ઊંઘની ગુણવત્તા વધારે છે.

બદામ

બદામમાં મેગ્નેશિયમ, વિટામિન ઈ અને ટ્રિપ્ટોફૈન હોય છે. આ બધા જ પોષક તત્વો ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.

દૂધ

દૂધમાં વિટામિન ડી હોય છે.રાત્રે સુતા પહેલા દૂધ પીવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે તેનાથી મનને શાંતિ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે.

ખજૂર

ખજૂર પણ શરીરમાં મેલાટોનીન અને સેરેટોનીન નું ઉત્પાદન વધારે છે. જેના કારણે સ્ટ્રેસ ઘટે છે અને ઊંઘ સારી આવે છે.

આ બધી વસ્તુઓને પોતાની ડાયટમાં સામેલ કરવાની નિયમિત રીતે 30 મિનિટ સુધી વ્યાયામ કરવાનું પણ રાખો. દિવસમાં વ્યાયામ કરી અને આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરશો તો તમને પણ સારી અને ગાઢ ઊંઘ આવશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news