Skin Care: આ 4 ઘરેલુ ઉપાયોથી સ્કીનની ડ્રાયનેસ થશે દુર, નહીં લગાડવા પડે મોઈશ્ચરાઈઝર કે ક્રીમ

Skin Care: શિયાળામાં ત્વચાની ડ્રાઈનેસના કારણે ખંજવાળ અને બળતરા જેવી તકલીફ પણ રહે છે. જો આ શિયાળામાં તમારે સ્કીન ડ્રાયનેસની સમસ્યાથી બચવું હોય તો તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી સ્કીનની ડ્રાઇનેસ દૂર થશે અને સાથે જ સ્કીન હેલ્ધી પણ રહેશે.

Skin Care: આ 4 ઘરેલુ ઉપાયોથી સ્કીનની ડ્રાયનેસ થશે દુર, નહીં લગાડવા પડે મોઈશ્ચરાઈઝર કે ક્રીમ

Skin Care: ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ વધી જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે શિયાળામાં સ્વાસ્થ્ય અને ત્વચાનું ખાસ ધ્યાન રાખવામાં આવે. શિયાળામાં આમ તો અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે પરંતુ તેમાં સૌથી ગંભીર અને સૌથી સામાન્ય છે ત્વચાની ડ્રાયનેસ. 

ઠંડી હવાના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે જેના કારણે ચહેરો પણ બેજાન દેખાવા લાગે છે. શિયાળામાં ત્વચાની ડ્રાઈનેસના કારણે ખંજવાળ અને બળતરા જેવી તકલીફ પણ રહે છે. જો આ શિયાળામાં તમારે સ્કીન ડ્રાયનેસની સમસ્યાથી બચવું હોય તો તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી સ્કીનની ડ્રાઇનેસ દૂર થશે અને સાથે જ સ્કીન હેલ્ધી પણ રહેશે.

એલોવેરા જેલ

એલોવેરા જેલ એક નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. તમે એલોવેરા જેમને ડાયરેક્ટ પોતાની ત્વચા પર લગાડી શકો છો અથવા તો તેમાં મોઈશ્ચરાઈઝર પણ મિક્સ કરી શકો છો.

મધ

મધનો ઉપયોગ પણ પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર તરીકે કરી શકાય છે. જ ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવી હોય તો મધને ચહેરા પર લગાડવાનું રાખો.

નાળિયેર તેલ

નાળિયેર તેલ ને ત્વચા પર લગાડવું એક બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને હાથ અને પગની ત્વચાની ડ્રાયનેસને નાળિયેર તેલ ઝડપથી દૂર કરે છે. નાળિયેર તેલ ત્વચામાં મોઈશ્ચરને લોક કરે છે અને ડ્રાયનેસથી બચાવે છે.

બદામનું તેલ

બદામનું તેલ પણ ત્વચા માટે એક સારું મોઈશ્ચરાઈઝર છે. તેનાથી ત્વચા કોમલ અને ચમકદાર બને છે. બદામ તેલને તમે ડાયરેક્ટ ચહેરા પર લગાડી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news