ઠંડીમાં ગરમ પાણીથી ન્હાવાની આદત હોય તો આટલું જાણી લો, નહીં તો ડોક્ટર પણ કેસ હાથમાં નહીં લે

ઠંડીની સિઝનમાં ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવાનો ખતરો વધી જાય છે. આ ઋતુમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા, ગરમ પાણી, ચા-કોફી જેવી વસ્તુઓનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઠંડીથી રાહત મેળવવા માટે કેટલાક નુસ્ખા તમારા માટે મુશ્કેલી ઉભા કરી શકે છે. જેવા કે: મોડે સુધી ગરમ પાણીથી ન્હાવાથી શરીરને નુકસાન થઈ શકે છે. આવો અમે તમને જણાવીશું કે ઠંડીની ઋતુમાં આપણે કેવી ભૂલો કરવાથી બચવું જોઈએ.  

ઠંડીમાં ગરમ પાણીથી ન્હાવાની આદત હોય તો આટલું જાણી લો, નહીં તો ડોક્ટર પણ કેસ હાથમાં નહીં લે

નવી દિલ્હીઃ ઠંડીની સિઝનમાં ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવાનો ખતરો વધી જાય છે. આ ઋતુમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા, ગરમ પાણી, ચા-કોફી જેવી વસ્તુઓનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઠંડીથી રાહત મેળવવા માટે કેટલાક નુસ્ખા તમારા માટે મુશ્કેલી ઉભા કરી શકે છે. જેવા કે: મોડે સુધી ગરમ પાણીથી ન્હાવાથી શરીરને નુકસાન થઈ શકે છે. આવો અમે તમને જણાવીશું કે ઠંડીની ઋતુમાં આપણે કેવી ભૂલો કરવાથી બચવું જોઈએ.
લાંબા સમય સુધી ગરમ પાણીથી નહાવું-
નિષ્ણાતોના મતે, ઠંડા વાતાવરણમાં લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. તેનાથી આપણા શરીર અને મન બંને પર ખરાબ અસર પડે છે. ખરેખર ગરમ પાણી કેરાટિન નામના સ્કિન સેલ્સને નુકસાન પહોંચાડે છે, જે ત્વચામાં ખંજવાળ, ડ્રાઈનેસ અને રેશેશની સમસ્યાને વધારે છે.
વધુ પડતાં કપડાં-
શિયાળાની ઋતુમાં પોતાના શરીરને ગરમ રાખવું એ સારી બાબત છે, પરંતુ વધુ પડતાં કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તમારું શરીર ઓવરહિટિંગનો શિકાર બની શકે છે. વાસ્તવમાં, જ્યારે આપણને શરદી થાય છે, ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ સફેદ રક્ત કોશિકાઓ (WBC) ઉત્પન્ન કરે છે, જે આપણને ચેપ અને રોગથી બચાવે છે. જ્યારે શરીર વધુ ગરમ થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેનું કામ નથી કરતી.
વધુ ખાવું-
શિયાળાની ઋતુમાં વ્યક્તિનો ખોરાક અચાનક વધી જાય છે અને તે સ્વાસ્થ્યની પરવા કર્યા વગર કંઈપણ ખાવા લાગે છે. ખરેખર, શરીરની કેલરી ઠંડીની સરખામણીમાં વધુ ખર્ચાય છે, જેને આપણે હોટ ચોકલેટ અથવા વધારાની કેલરીવાળા ખોરાકથી સરભર કરવાનું શરૂ કરીએ છીએ. આવી સ્થિતિમાં, જ્યારે ભૂખ લાગે ત્યારે માત્ર ફાઈબરવાળા શાકભાજી અથવા ફળો ખાવા જોઈએ.
કેફીન-
શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે ચા અને કોફી એક સારી રીત છે. પરંતુ કદાચ તમે ભૂલી રહ્યાં છો કે વધુ પડતું કેફીન શરીર માટે હાનિકારક છે. તમારે દિવસમાં 2 કે 3 કપથી વધુ કોફી ન પીવી જોઈએ.
ઓછું પાણી પીવું-
શિયાળામાં લોકોને તરસ ઓછી લાગે છે. પરંતુ આનો અર્થ એ નથી કે ઠંડીમાં શરીરને પાણીની જરૂર નથી. પેશાબ, પાચન અને પરસેવા દ્વારા પાણી શરીરમાંથી બહાર આવે છે. આવી સ્થિતિમાં પાણી ન પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થવા લાગે છે. તેનાથી કિડની અને પાચનની સમસ્યા વધી શકે છે.
સૂતા પહેલા શું કરવું-
એક રિસર્ચ અનુસાર રાત્રે સૂતા પહેલા હાથ અને પગને મોજાથી ઢાંકીને રાખવા સ્વાસ્થ્ય માટે સારું છે. ઊંઘની ગુણવત્તા સુધારવા માટે આ નુસ્ખો ખૂબ જ ફાયદાકારક છે.
બેડટાઈમ રૂટીન-
આ સિઝનમાં દિવસ ટૂંકા અને રાત લાંબી હોય છે. આવી દિનચર્યા માત્ર સર્કાડિયન સાઈકલને ખલેલ પહોંચે છે, પરંતુ શરીરમાં મેટાલોનિન હોર્મોન (સ્લીપ હોર્મોન)ના ઉત્પાદનમાં પણ વધારો કરે છે. આના કારણે નીંદર વધુ આવે છે. સુસ્તી વધે છે. તેથી, સૂવાના સમયે જ પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
બહાર જવાને ટાળવું-
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ઠંડીથી બચવા ઘરની બહાર જવાનું બંધ કરી દે છે. આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ઘરમાં સંકોચાઈ જવાને કારણે તમારી શારીરિક પ્રવૃત્તિ બગડશે. સ્થૂળતા વધશે અને તમે સૂર્યના કિરણોમાંથી વિટામિન ડી મેળવી શકશો નહીં.
વ્યાયામ-
ઠંડીમાં તાપમાન ઓછું હોવાને કારણે લોકો પથારીમાં અને બેસીને સંકોચાતા રહે છે. શૂન્ય શારીરિક પ્રવૃત્તિને કારણે, આપણી રોગપ્રતિકારક શક્તિ ધીમી થવા લાગે છે. તેથી રજાઇમાં બેસી રહેવાને બદલે તરત જ સાઇકલ ચલાવવી જોઈએ, વોકિંગ અથવા કોઈપણ વર્કઆઉટ કરવું જોઈએ.
સેલ્ફ મેડિકેશન-
આ ઋતુમાં લોકોને વારંવાર ઉધરસ, શરદી કે તાવની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લીધા વિના સેલ્ફ મેડિકેશન ઘાતક બની શકે છે. આ કેટલાક ગંભીર રોગના લક્ષણો પણ હોઈ શકે છે. તેથી, કોઈપણ દવા અથવા પ્રિસ્ક્રિપ્શન અજમાવતા પહેલા, ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news