ઉનાળામાં ઘરે સરળ રીતે બનાવો જીરા મસાલા, પીવાથી સ્વાદ પણ મળશે અને પેટની સમસ્યા થશે દુર

Summer Special Recipe: ઉનાળામાં તરસ લાગે ત્યારે ઠંડુ ઠંડુ કંઈ પીવાનું મન થાય છે. આ સિઝનમાં શરીરને હાઇડ્રેટેડ રાખવું પણ જરૂરી છે. તેના માટે દર વખતે કોલ્ડ ડ્રિંક કે ખાંડયુક્ત પીણા પીવા યોગ્ય નથી. તેવામાં તરસ છીપાવવા માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રીંક પી શકો છો. 

ઉનાળામાં ઘરે સરળ રીતે બનાવો જીરા મસાલા, પીવાથી સ્વાદ પણ મળશે અને પેટની સમસ્યા થશે દુર

Summer Special Recipe: ઉનાળાની ઋતુમાં એવી વસ્તુઓ વધારે ખાવાની ઈચ્છા થાય છે જે શરીરને ઠંડક આપે. ઉનાળામાં તરસ લાગે ત્યારે ઠંડુ ઠંડુ કંઈ પીવાનું મન થાય છે. આ સિઝનમાં શરીરને હાઇડ્રેટેડ રાખવું પણ જરૂરી છે. તેના માટે દર વખતે કોલ્ડ ડ્રિંક કે ખાંડયુક્ત પીણા પીવા યોગ્ય નથી. તેવામાં તરસ છીપાવવા માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રિંક પી શકો છો. આ પીણું છે મસાલા જીરા. તમે તેને સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ડ્રિંક હેલ્ધી પણ છે અને તેને પીવાથી ગેસ, એસિડીટી જેવી સમસ્યાઓ થતી નથી. 

આ પણ વાંચો: 

ઉપવાસમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ છે 2 વાનગીઓ, ફટાફટ બનશે અને શરીરમાં વધારશે એનર્જી

ફરાળમાં સાબુદાણા વડાં ખાઈને કંટાળી ગયા હોય તો ટ્રાય કરો આ ફરાળી ટીક્કી

વ્રતમાં ખાવા માટે બનાવો આ ટેસ્ટી ફ્રુટ રાયતું, શરીરમાં જળવાઈ રહેશે એનર્જી

જીરા મસાલા બનાવવાની સામગ્રી
¼ કપ - જીરું 
12 - કાળા મરી  
3, 4 - લવિંગ 
¾ કપ - સાકર
સંચળ સ્વાદ મુજબ
આદુ  
સ્વાદ માટે મીઠું
એક ચપટી લાલ મરચું પાવડર  
¼ ચમચી ચાટ મસાલો 
લીંબુ  

આ પણ વાંચો: 

વ્રતમાં કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ રીતે 30 મિનિટમાં બનાવો બટેટાની મસાલા વેફર

આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ બહાર જેવા જ ટેસ્ટી બનશે પાત્રા

જીરા મસાલા બનાવવાની રીત
 
સૌથી પહેલા એક કઢાઈમાં જીરું, કાળા મરી અને લવિંગ શેકી લો. 5 મિનિટ પછી તેમાં પાણી, સાકર અને આદુ ઉમેરી બરાબર પકાવો. 10 મિનિટ બધું ઉકળે પછી તેમાં મીઠું, સંચળ, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો ઉમેરો. તેને બરાબર ઉકાળો અને ગેસ બંધ કરો. આ ડ્રિંક ઠંડુ થાય પછી સ્ટોર કરી લેવું. સર્વ કરતી વખતે ગ્લાસમાં જીરા મસાલા લઈ તેમાં બરફ, સોડા ઉમેરી સર્વ કરો. 

Trending news