બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ

એક સાચો મિત્ર તે છે જે ખરા સમયે કામ આવે, પરંતુ જો તમે વારંવાર મદદ કરી રહ્યાં છો અને બીજો માત્ર ફાયદો ઉઠાવી રહ્યો છે તો તેના પર લગામ લગાવવાની જરૂર છે.
 

 બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ

How Do I Say No To Best Friend Who Always Ask For Money: મિત્રતામાં એકબીજાની તરફેણ કરવી કે મદદ કરવી તે એકદમ વાજબી છે, તેનાથી સંબંધ વધુ મજબૂત બને છે, પરંતુ જો બેસ્ટ ફ્રેન્ડ વારંવાર પૈસા માંગવા લાગે, તો આ  હરકતને યોગ્ય ગણી શકાય નહીં, કારણ કે પૈસાના મામલામાં તમે તમારા મિત્ર પર નિર્ભર ન રહી શકો. સંપત્તિ સંબંધો બગાડી શકે છે. ઘણીવાર તમારી પાસે એટલા રૂપિયા હોતા નથી કે મિત્રોને આપી શકો. જો તમારો મિત્ર વારંવાર પૈસા ઉધાર માંગે છે તો તેને કઈ રીતે ના પાડી શકાય.

ઉધાર માટે કઈ રીતે ના પાડશો?

1. ઈમાનદારીથી સમજાવો
સૌથી મહત્વની વાત છે કે આ મુદ્દા પર તમારા મિત્ર સાથે ઈમાનદારીથી વાત કરો. જો તમને સતત ઉધાર આપવામાં સમસ્યા આવી રહી છે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે હું તારી મદદ કરવા ઈચ્છું છું પરંતુ વારંવાર ઉધાર આપતા મારૂ બજેટ બગડી જાય છે. તે કહી તમારા મિત્રને તમારી સ્થિતિ સમજાવી શકશો. 

2. તમારા બજેટનો હવાલો આપો
ઘણીવાર તે સમજાવવું જરૂરી થઈ જાય છે કે તમે ખુદ તમારા બજેટ પર કંટ્રોલ રાખવા ઈચ્છો છો. તમે કહી શકો છો કે- મારે મારા ફાઈનાન્સને મેનેજ કરવા પર ધ્યાન આપવાની જરૂર છે, તેથી અત્યારે હું ઉધાર આપી શકુ નહીં. તમારા મિત્રને સમજાવવું પડશે કે તારી માટે વારંવાર મારૂ બજેટ બગાડી ન શકું. 

3.વિકલ્પ જણાવો
જો તમારો મિત્ર સતત પૈસાના સંકટમાં હોય તો તમે તેને બીજા નાણાકીય વિકલ્પની સલાહ આપી શકો છો. જેમ કે તમે કહી શકો કે તે કોઈ નાણાકીય કાઉન્સેલર પાસે સલાહ લે કે નાની-મોટી પાર્ટ ટાઈમ નોકરી વિશે વિચારે. આ રીત તેને પગભર થવામાં મદદ કરી શકે છે. 

4. લિમિટ નક્કી કરો
જો તમારો મિત્ર વારંવાર ઉધાર માંગે છે અને તમને વારંવાર ના પાડવામાં શરમ આવે છે તો તેવામાં એક લિમિટ નક્કી કરવી જરૂરી છે. તમે પહેલા તે નક્કી કરી શકો કે કેટલા રૂપિયા ઉધાર આપી શકો છો અને કેટલીવાર. આ રીતે લિમિટ નક્કી કરવી જરૂરી છે.

5. સંબંધોમાં સેન્સેટિવ રહો
પરંતુ તમારે તમારા નાણાકીય હિતોની રક્ષા કરવી જોઈએ, છતાં સેન્સેટિવિટીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમારો મિત્ર ખરેખર મુશ્કેલ સ્થિતિમાં છે તો તેની મદદ કરવાની અન્ય રીત શોધો, જેમ કે તેને ભાવનાત્મક સમર્થન આપવું, કોઈ અન્ય પાસેથી મદદ અપાવવી વગેરે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news