8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
કન્સ્ટ્રક્શન કંપની ગરુડ કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 8મી ઓક્ટોબરે ખુલવા જઈ રહ્યો છે. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 92 થી 95 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPO 11 ઓક્ટોબર સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ મેનબોર્ડ કંપની Garuda Construction and Engineering IPO ઓપન થવા જઈ રહ્યો છે. આઈપીઓને લઈને ગ્રે માર્કેટ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. Garuda Construction IPO પર રિટેલ ઈન્વેસ્ટર 8 ઓક્ટોબરથી દાવ લગાવી શકશે. ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 11 ઓક્ટોબર સુધી ખુલો રહેશે.
Garuda Construction IPO ની પ્રાઇઝ બેન્ડ
આઈપીઓની સાઇઝ 264.10 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ દ્વારા 1.83 કરોડ ફ્રેશ શેર અને 95 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરશે. Garuda Construction IPO ની પ્રાઇઝ બેન્ડ 92 રૂપિયાથી 95 રૂપિયા છે. કંપનીએ રિટેલ ઈન્વેસ્ટરો માટે 157 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 14915 રૂપિયાનો દાવ લગાવવો પડશે. કંપનીનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈમાં થવાનું છે.
ગ્રે માર્કેટની પોઝિટિવ પ્રતિક્રિયા
ઇન્વેસ્ટર્સગેનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપની 18 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. કાલથી આજ સુધી જીએમપીમાં કોઈ ફેરફાર થયો નથી. જો આ ટ્રેન્ડ લિસ્ટિંગ સુધી રહ્યો તો કંપની 19 ટકાના પ્રીમિયમ સાથે ડેબ્યૂ કરી શકે છે. મહત્વનું છે કે જીએમપીમાં દરરોજ ફેરફાર જોવા મળી શકે છે.
શું કરે છે કંપની
ગરુડ કન્સ્ટ્રક્શન IPOમાં મહત્તમ 50 ટકા શેર યોગ્ય સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત રહેશે. તે જ સમયે, ઓછામાં ઓછા 35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે અનામત રહેશે. ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો NII માટે આરક્ષિત રહેશે. તમને જણાવી દઈએ કે, આ કંપનીની શરૂઆત 2010માં થઈ હતી. આ એક બાંધકામ કંપની છે. કંપની રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ બનાવે છે.
Corpwis Advisors Private Limited ને આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર નિયુક્ત કરવામાં આવી છે. Link Intime India Private Ltd ઈશ્યૂ માટે રજિસ્ટાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે