સેક્સ બાદ ખુબ જરૂરી છે આ હેબિટ, કપલને મળે છે જાદુઈ ફાયદા

Benefits of Cuddling After SEX: સેક્સ બાદ પાર્ટનરની સાથે કડલિંગ કરવું સૌથી સારી વાત હોઈ શકે છે જે તમારા સંબંધને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. અહીં જુઓ આ આદતના જાદુઈ ફાયદા. 

સેક્સ બાદ ખુબ જરૂરી છે આ હેબિટ, કપલને મળે છે જાદુઈ ફાયદા

નવી દિલ્હીઃ Megical Benefits Of Cuddling After SEX: સંબંધને મજબૂત બનાવવા માટે સારી સેક્સ લાઇફ હોવી ખુબ જરૂરી છે. પરંતુ કેટલીક એવી હેબિ છે જે સેક્સ બાદ તમારે અપનાવવી જોઈએ. સેક્સ બાદ ગળે લગાવવાથી ઘણા માનસિક અને શારીરિક ફાયદા મળે છે અને તેનાથી તમારા સંબંધમાં સુધાર આવે છે. અહીં જાણો સેક્સ બાદ કડલિંગના ફાયદા...

સંબંધ બનશે મજબૂત
ઓક્સીટોસિનને લવ હોર્મોન કે બોન્ડિંગ હોર્મોનના રૂપમાં ઓળખવામાં આવે છે, આ પાર્ટનર વચ્ચે સંબંધમાં સુધાર કરે છે. સેક્સ બાદ કડલિંગ કરી આરામદાયક અનુભવ કરી શકો છો. જો તમે તમારા પાર્ટનર સાથે સંબંધ મજબૂત કરવા ઈચ્છો છો તો સેક્સ સારો વિકલ્પ છે. 

મૂડને મળે છે બૂસ્ટ
પોતાના પાર્ટનરની સાથે કડલિંગ કરવાથી તમારા શરીરમાં ઓક્સીટોસિન એટલે કે લવ હોર્મોનનું ઉત્પાદન થાય છે. ઓક્સીટોસિનનો સ્ત્રાવ તમારા મૂડને પણ બૂસ્ટ કરે છે. આ સિવાય તે ગ્રોથ અને હીલિંગને વધારે છે. સેક્સ બાદ કડલિંગથી ઓસાઇટોસિ વધે છે. 

હાર્ટની બીમારીઓના ખતરામાં ઘટાડો
હાઈ બ્લડ પ્રેશરને કારણે હાર્ટ એટેક જેવી સમસ્યા થઈ શકે છે. કડલિંગ અને ગળે લગાવવાથી તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ મળે છે, જે હાર્ટ સાથે જોડાયેલા રોડનું જોખમ ઘટાડવાનું કામ કરે છે. એક સ્ટડી પ્રમાણે પાર્ટનરની સાથે નિયમિત રૂપથી સેક્સ કરવાથી લોહીના દબાણના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 

સ્ટ્રેસમાં થાય છે ઘટાડો
ઘણા લોકો સ્ટ્રેસથી પરેશાન હોય છે. સેક્સ બાદ ગળે લગાવવાથી આ બધુ ખતમ કરવામાં મદદ મળે છે. કડલિંગથી નિકળનાર ઓક્સીટોસિન તણાવ હોર્મોન, કોર્ટિસોલને ઓછું કરી તમારા તણાવના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. સ્ટડી અનુસાર ઓક્સીટોસિન ચિંતાના લક્ષણોને રાહત અપાવવામાં મદદ કરી શકે છે. આ હોર્મોનથી મન શાંત થાય છે અને તમને સારી નીંદર આવે છે. 

ઇમ્યુનિટી બને છે મજબૂત
કડલિંગ તમારા શરીરને સેરોટોનિન અને ડોપામાઇનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ લવ હોર્મોનની સાથે મળીને તમારા શરીરને હાનિકારક સંક્રમણોથી બચાવવાનું કામ કરે છે. તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news