Lifestyle: જૂતામાં પસીનાની આવે છે બદબૂ, તો કરો આ ઉપાય

ઉનાળામાં સૌથી મોટી સમસ્યા હોય છે જૂતામાંથી આવતી બદબૂ. લાંબા સમય સુધી જૂતા પહેરી રાખવામાંથી તેમાં પસીનો થાય છે. જેના કારણે જૂતામાંથી બદબૂ આવવા લાગે છે. જેને દૂર કરવી જરૂરી છે. નહીં તો લોકો તમારાથી દૂર થઈ શકે છે.

Lifestyle: જૂતામાં પસીનાની આવે છે બદબૂ, તો કરો આ ઉપાય

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગરમીના મોસમમાં જો તમે લાંબા સમય સુધી જૂતા પહેરીને રાખો છો તો પસીનો થવાથી તેમાંથી અસહ્ય બદબૂ આવે છે. એટલે ખૂબ જ જરૂરી છે કે તેનો ઈલાજ કરવામાં આવે નહીં તો લોકો બદબૂના કારણે આપણી પાસે આવતા કતરાય છે. એવુ પણ સંભવ નથી કે આપણે રોજ ઑફિસ ચપ્પલ પહેરીને જઈ શકીએ. એટલે સારુ એ છે કે આપણે જૂતાથી આવતી બદબૂને ઘરેલુ ઉપાયથી દૂર કરી દઈએ.

Rare of The Rare Accident: 3 લોકો દીપડા પર પડ્યાં અને દીપડો જીવ બચાવીને ઉભી પૂંછડીયે ભાગ્યો...આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય

સંતરાની છાલ
જ્યારે તમે ઑફિસથી પાછા આવો તો જૂતામાં સંતરાની છાલ રાખી દો. રાતભર આ છાલ જૂતામાં રાખવાથી બદબૂ દૂર થઈ જશે. તમે લિંબુની છાલ પણ રાખી શકો છો. લિંબુની છાલ રાખતા સમયે એ ધ્યાન રાખો કે તે છાલ ભીની ન હોવી જોઈએ. નહીં તો જૂતા ખરાબ થઈ શકે છે.

સફેદ સરકો
સફેદ સરકો જૂતામાં નાખવામાંથી બદબૂ દૂર થઈ જાય છે. સફેદ સરકો જૂતામાં નાખીને કપડાથી લૂછી લો. આવું કરવાથી બદબૂ જલ્દી દૂર થશે. સરકો નાખવાથી જૂતા ભીના પણ નહીં થાય અને તમામ બદબૂ એક જ વારમાં જતી રહેશે. જો સમય હોય તમારી પાસે તો પાણીમાં સરકો નાખીને તેમાંથી જૂતા એકવાર કાઢી લો.

બેકિંગ સોડા
બેક્ટેરિયા સામે લડવા માટે બેકિંગ સોડા સારો ઉપાય છે. બેકિંગ સોડાથી તમે જૂતામાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરી શકો છો. બેક્ટેરિયા ખતમ થતા જ બદબૂ જતી રહેશે. રાત્રે સૂતા સમયે જૂતામાં બેકિંગ પાવડર છાંટી જે અને સવારે ઉઠીને કપડાથી તેને સાફ કરી લો. એવું કરવાથી બિલકુલ બદબૂ નહીં આવે.

ટી-બેગ
ઉપયોગમાં લેવામાં આવેલી ટી-બેગ જૂતામાં રાખવાથી તેની તમામ બદબૂઓ દૂર થઈ જાય છે. ટી-બેગમાં રહેલા ટેનિન્સ બેક્ટેરિયાને ખતમ કરે છે. ટી-બેગને સૂકવીને તેને ઠંડી કરીને જૂતામાં નાખી દો. કેટલાક કલાકો રાખ્યા બાદ તેને કાઢી લો. જેનાથી બદબૂ જતી રહેશે.

રૂ અને સુગંધી તેલ
સુગંધી તેલ તમારા જૂતાની ખરાબ બદબૂને સારી રીતે દૂર કરી શકે છે. તમારે માત્ર રૂના પુમડા પર સુગંધી તેલ લગાવવાનું છે અને તેને જૂતાની અંદર મુકી દેવાનું છે. આખી રાત તેને રાખી દેવાનું. સવારે ઉઠતાની સાથે તમારા જૂતા મહેકવા લાગશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news