ઉંદરોએ મચાવ્યો છે ઉપદ્રવ? લઈ આવો આ પ્રાણીના પગનો નખ! ગાયબ થઈ જશે ઉંદરો

ઉંદરો ઘરમાં ઘર કરી જાય તો રીતસરનો ત્રાસ વર્તાવે છે. કાપડાં, કામના કાગળ, વાયરો બધુ જ કાપી નાંખે છે. તો હવે તમે અજમાવી જુઓ આ અમોઘ ઉપાય...

ઉંદરોએ મચાવ્યો છે ઉપદ્રવ? લઈ આવો આ પ્રાણીના પગનો નખ! ગાયબ થઈ જશે ઉંદરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમારા ઘરમાં પણ ઉંદરોએ મચાવ્યો છે ઉપદ્રવ? શું તમારા ઘરમાં પણ ઉંદરો બગાડે છે ખાવાની વસ્તુઓ? શું તમારા ઘરમાં પણ કપડાં કાપીને ઉંદરો મચાવે છે કોહરામ? તો હવે ઉંદરોના ત્રાસને દૂર કરવા માટે અપનાવી જુઓ અહીં આપેલાં ઘરઘથ્થુ ઉપાય. તમે જોયું હશે કે પહેલાં ઘરમાં એક ઉંદર આવે છે પછી બીજું...અને ત્યાર બાદ આખી ફોજ ઉતરી પડે છે. જો તમારા ત્યાં પણ આવું થઈ રહ્યું હોય અને ઉંદરોનો ઉપદ્રવ હોય તો અજમાવી જુઓ આ ઉપાય. 

ઘર, ઓફિસ કે ગાડી ઉંદર અંદર આવ્યું એટલે જે તે વસ્તુથી પથારી ફેરવે જ છુટકો. ગાડીઓની સીટ, સોફા ફાડી નાંખશે. વાયરો કાપી નાંખશે, કપડાં કાપી નાંખશે. કામના કાગળ કે ડોક્યુમેન્ટ હશે તો એ પણ કાપી નાંખશે. ઉંદરો ખરેખર ત્રાસ વર્તાવે છે. હવે તો ઝેરી દવાઓથી પણ નથી ડરતા ઉંદરો. ત્યારે તમે અજમાવી જુઓ અહીં આપેલાં કેટલાંક પાવરફૂલ ઉપાયો...

ઘણા લોકો ઉંદરને મારવા માટેની દવા ઘરમાં મુકતા હોય છે તો ઘણા લોકો પાંજરાનો પણ ઉપયોગ કરે છે, તેમ છતાં પણ આ બધા ઉપાયો થોડા સમય પૂરતા હોય છે. ઘણીવાર ઉંદર દવા ખાઈને ઘરમાં જ એવી જગ્યાએ મરી જાય છે જે શોધવા છતાં પણ મળતી નથી, અને તેની ગંધથી પણ હેરાન થઇ જતા હોય છે ત્યારે આજે અમે તમને ઉંદરને માર્યા કે દવા આપ્યા વગર જ ઘરમાંથી ભગાવવાના સરળ ઉપાયો જણાવીશું.

1) માણસના વાળ:
ઉંદરને ઘરમાંથી ભગાડવા માટે આ સૌથી સરળ રીત છે માણસના વાળ. તમને જાણીને ભલે જ નવાઈ લાગે પણ ઉંદરને ભગાડવાનો આ સૌથી સારો ઉપાય છે કેમ કે માણસના વાળથી ઉંદર ભાગે છે. કેમ કે તે ગળવાથી તેનું મૃત્યુ થઇ જાય છે તેથી નજીક આવવાથી તે ઘણા ડરે છે.

2) ઊંટના પગના નખથી દૂર ભાગે છે ઉંદર:
તમને જાણીને નવાઈ લાગશે કે ઊંટના પગના નખ પણ ઉંદરને ઘરની બહાર ભગાવવામાં બહુ જ કારગર સાબિત થાય છે. ઘરના પ્રવેશદ્વાર અથવા તો જે જગ્યાએથી ઉંદર પ્રવેશ કરે છે એ જગ્યા ઉપર ઊંટના પગનો નખ રાખી દો, જો ઉંદર તેને એકવાર સ્પર્શ કરી લેશે પછી બીજીવાર તમારા ઘર તરફ એ ક્યારેય નહીં આવે.
 
3) ફટકડીનો કરો ઉપયોગ:
ઉંદરને ફટકડીની ગંધ પણ પસંદ નથી આવતી, જો ઘરમાં ઉંદરનો ત્રાસ વધારે હોય તો ફટકડીનો પાવડર બનાવીને ઉંદરના દર પાસે નાખી દો, જેનાથી ઉંદર ઘર છોડીને ભાગી જશે.

4) લાલ મરચું છે અસરદાર:
લાલ મરચું એ ભારતીય મસાલાઓનું ગૌરવ છે. આ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ ઉંદરને લાલ મરચું જરા પણ પસંદ નથી . આવી સ્થિતિમાં લાલ મરચું પાવડર ઘરના ખૂણામાં રાખો જ્યાં ઉંદરો વધુ દેખાય છે. આ પાવડર જોઈને, ઉંદરો આંગણામાં પ્રવેશતા પહેલા 10 વખત વિચાર કરશે અને ત્યાંથી ચાલ્યા જશે.

5) ડુંગળી છે ઉપયોગી:
તમને ખબર છે કે ઉંદરોને ડુંગળીની ગંધ સહેજ પણ પસંદ નથી આવતી, તો તમે પણ ઉંદરથી છુટકારો મેળવવા માટે ઘરના ખૂણામાં રાખી દો, ડુંગળીની તીખી ગંધથી જ ઉંદર ઘર છોડીને ભાગી જશે.

6) પીપરમિન્ટ પણ છે ફાયદાકારક:
ઉંદરોને પીપરમિન્ટની ગંધ પણ પસંદ નથી આવતી, તો તમે પીપરમિન્ટના ટુકડા પણ ઘરમાં અલગ અલગ જગ્યા ઉપર રાખી શકો છે જેના કારણે ઉંદર તેની સુગંધથી જ ઘરમાંથી ચાલ્યા જશે

7) ફુદીનાના પાંદડા:
ભારતમાં ફુદીનાની સારી માંગ છે.  પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઉંદર ફૂદીનાને સખત નફરત કરે છે.  ફુદીનો તેમના ઘરમાં ફેલાયેલા આતંક સમાન છે. તેથી, ઉંદરોને ઘરથી દૂર રાખવા માટે, ખૂણા અને રસોડામાં ફૂદીનાના પાંદડાઓ અથવા ફૂલો લગાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news